અમદાવાદ,
તા.૨૦/૪/૨૦૧૮
ગુજરાત હાઇકોર્ટે ૩૧માંથી ૧૭ લોકોને નિર્દોષ જાહેર કર્યા
હાઇકોર્ટે ત્રણ લોકો વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધ્યો,બાબુ બજરંગીને હત્યાકાંડમાં ષડયંત્રકારી જાહેર કરી આજીવન કેસની સજા યથાવત રાખી,બજરંગીની સજા ઘટાડીને ૨૧ વર્ષ કરાઈ
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે ૧૬ વર્ષ પહેલા અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. જેમાં નરોડા પાટિયા ખાતે ૯૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૩૩ લોકો ઘાયલ થયા હતા. સ્પેશિયલ એસઆઈટી દ્વારા મુખ્યત્વે ૯ કેસોની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. તેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતી અપીલ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ ચાલી જતાં, આ કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં આરોપી ૩૨ પૈકી ૧૫ને ગુનેગાર અને ૧૭ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
નરોડા પાટિયા કેસમાં હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપતા આ કેસમાં બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કર્યા છે. સાથે જ હાઈકોર્ટે આ કેસમાં બાબુ બજરંગીની સજામાં થોડો ઘટાડો કર્યા છે. હાઇકોર્ટે બાબુ બજરંગીની સજા ઘટાડીને ૨૧ વર્ષ કરી છે. માયાબેને કોડનાનીને નીચલી કોર્ટે ૨૮ વર્ષની સજા ફટકારી હતી.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાબુ બજરંગીને દોષિત અને તેમની સજા યથાવત રાખવા પાછળ તેમને મુખ્ય ષડયંત્રકાર ગણવામાં આવ્યા હતા.આરોપીઓ પૈકી બાબુ બજરંગી, ઉપરાંત પ્રકાશ રાઠોડ અને સુરેશ લંગડાને મુખ્ય ષડયંત્રકાર ઠરાવવામાં આવ્યા હતા.
નરોડા પાટિયા કેસમાં કુલ ૩૨ આરોપીઓ હતા. જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું. બાકી રહેલા ૩૧ લોકો સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં નીચલી કોર્ટે ગુનેગાર ઠેરવેલા ૧૨ આરોપીઓને હાઈકોર્ટે ગુનેગાર ઠરાવ્યા હતા. તે સિવાયના ત્રણ આરોપીઓ પ્રકાશ રાજપૂત ઉર્ફે રાઠોડ, ઉમેશ ભરવાડ અને રાજકુમાર ચોબલને પણ ગુજરાત હાઈકોર્ટે ગુનેગાર ઠેરવતા કુલ ગુનેગારની સંખ્યા ૧૫ થઈ હતી.
આ બાબતમાં કોર્ટે ટેહલકાના એડિટર આશીષ ખેતાનની જુબાની કોર્ટે માન્ય રાખી છે. તેમની સજા યથાવત રાખી છે. નીચલી કોર્ચે જે ૧૨ આરોપીઓને દોષિત રાખ્યા છે તે સિવાય અન્ય ત્રણને પણ દોષિત ઠેરવવામાં આવતા હાઈકોર્ટ દ્વારા કુલ ૧૫ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
૨૦૦૯માં સ્પેશ્યલ કોર્ટમાં કેસ શરૂ થયો હતો. આ કેસમાં ૬૨ લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં નીચલી કોર્ટે ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્્યા હતા, તેમજ ૩૨ લોકોને સજા સંભળાવી હતી. નરોડા પાટિયા હત્યાકાંડમાં કુલ ૯૭ લોકોનાં મોત થયા હતા, તેમજ ૩૩ લોકો ઘાયલ થયા હતા.
૧૬ વર્ષ પહેલા ૨૮મી ફેબ્રુઆરીના ૨૦૦૨ના રોજ અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં મોટો નરસંહાર થયો હતો. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ગાડીની એક ડબ્બાને સળગાવી દેવામાં આવ્યા બાદ આખા રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.
૨૦૦૨ના ગોધરાકાંડમાં ૯૭ લોકોનો ભોગ લેનાર નરોડા પાટિયા કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં ૪૦૨ દિવસ સુધી ટ્રાયલ ચાલી હતી. કોર્ટે ૧૯૨૭ પાનાનું જજમેન્ટ આપ્યું હતું. આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે નરોડા પાટિયા કેસ પૂર્વઆયોજિત કાવતરું હતું. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણ્યો હતો. સ્પેશ્યલ ડેઝિગ્નેટેડ મુખ્ય ન્યાયાધીશ જ્યોત્સનાબેન યાજ્ઞિકે આ કેસમાં એક વર્ષ કરતા વધારે દિવસ ચાલેલી ટ્રાયલ બાદ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.
આ કેસમાં ૧૨૦૦ પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. કેસ દરમિયાન ૩૨૭ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. નરોડામાં જ્યારે તોફાનો થયા ત્યારે પોલીસે ૧૭૧ ટિયરગેસને શેલ છોડ્યા હતા, તેમજ ૯૧ વખત ફાયરિંગ કર્યું હતું. પોલીસે ૧૦ હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






