રાજકોટ,
તા.૧૫/૪/૨૦૧૮
રાજકોટમાં આજે વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. સવારે જ પુજીત રૂપાણી મેમોરિયલ ટ્ર્સટ દ્વારા કેન્સર રોગ પર કેમ્પ રાખવામાં આવશે તેવી તેણે જાહેરાત કરી હતી. વિજયભાઇએ જણાવ્યું હતું કે, સીએમ બન્યા પછી પોણા બે વર્ષે મારા જ ટ્રસ્ટમાં આવવાની તક મળી તે સૌભાગ્ય છે. ગુજરાતમાંથી કેન્સરને કેન્સલ કરવા સરકાર કટિબધ છે અને તે તરફના પ્રયાસો ચાલુ છે. ગુજરાતમાં દીકરીઓન ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે પેપ ટેસ્ટ કરાવાશે. પેપ ટેસ્ટ દ્વારા દીકરીઓને ૧૦ વર્ષ બાદ થવાના કેન્સર અંગે નિદાન કરી જીવન બચાવી શકાય છે. ટૂંક સમયમાં પેપ ટેસ્ટ અંગે સરકાર નિર્ણય લેશે, તમામ ગુજરાતી દીકરીના જીવનને બચાવવા માટે પગલાં ભરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, વર્ષે ભારતમાં સાડા પાંચથી છ લાખ લોકો કેન્સરથી મોતને ભેટે છે. તેમજ ૧૨ લાખ લોકોને કેન્સર થાય છે. કાર્યક્રમમાં વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, પુજીતના અવસાન બાદ બાળકો, બહેનો કેન્દ્રસ્થાને છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"