અલ્હાબાદમાં ન્યાયાધીશોની નિમણૂંકમાં ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લાગ્યો

0
104

અલ્હાબાદ,
તા.૧૫/૪/૨૦૧૮

અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમ તરફથી દેશની સૌથી મોટી હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિને લઈને કરવામાં આવેલી ભલામણો વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ૩૩ વકીલોને ન્યાયાધીશ બનાવવા માટેની કોલેજિયમની ભલામણ પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો છે. આના સંદર્ભે પીએમઓ અને કાયદા મંત્રાલયને ઘણી ફરિયાદો મળી છે. આ ફરિયાદોને ઈન્ટેલિજન્સ બ્યૂરોને તપાસ માટે મોકલી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આમાના ૧૧ વકીલો પ્રવર્તમાન ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશોના નજીકના સગા-સંબંધીઓ અથવા તો સહયોગી છે.

ફરિયાદોમાં સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન ન્યાયાધીશના સાળા, અન્ય ન્યાયાધીશના નિકટવર્તી સંબંધી સિવાય હાલના અને ભૂતપૂર્વ ન્યાયાધીશોના પુત્રો તથા ભત્રીજા પણ સામે છે. ૨૦૧૬માં પણ આવા જ એક મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટ કોલિજિયમે ન્યાયાધીશો માટે ૩૦ વકીલોના નામની ભલામણ કરી હતી. ત્યારે ન્યાયાધીશો અને રાજનેતાઓના નજીકના સંબંધીઓના નામ ન્યાયાધીશની નિમણૂક મામલે મોકલવા સંદર્ભે બાર એસોસિએશન અને અન્ય તરફથી ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારબાદ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ટી. એસ. ઠાકુરે ૧૧ વકીલોની ઉમેદવારીને નામંજૂર કરી હતી અને માત્ર ૧૯ નામ પર સંમતિ આપી હતી. ત્યારે આઈબીની તપાસમાં કેન્દ્ર સરકારને પણ આ ફરિયાદોને યોગ્ય લાગ્યું હતું. જ્યુડિશયલ એપોઈન્ટમેન્ટ્‌સમાં આઈબી તપાસ આવશ્યક હોય છે. પરંતુ આ મામલાની તપાસ ભાઈ-ભત્રીજાવાદને લઈને સરકારને મળેલી ફરિયાદ સંદર્ભે કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમની નવી ભલામણો ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલામાં રાજ્યપાલ અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ભલામણોની પણ રાહ જાઈ રહી છે. આઈબી વેરિફિકેશન સિવાય જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટમાં આ પણ એક અનિવાર્ય હિસ્સો છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટના ૧૬૦ પદો પર હાલ એકસો ન્યાયાધીશો કાર્યરત છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY