અમદાવાદ,
તા.૪/૫/૨૦૧૮
ફરિએક વાર અમદાવદાના વાડજમાં ખુનીખેલ ખેલાયો છે. ઢળતી રાત્રે માત્ર બે હજાર રૂપિયા એક વ્યક્તના મોતનું કારણ બન્યા છે. અમદાવાદના વાડજમાં આવેલા ગાંધીનગર ટેકરામાં કિન્નરો સાથે મળીને સંજય નામના માથા ફરેલ શખ્સે ખુની ઉઘરાણી કરી કરતા એક વ્યક્તનું ઢીમ ઢાળી દીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાડજનાં ગાંધીનગર ટેકરામાં સંજય નામના એક સખ્સે પોતાના મિત્ર બબલુ નામના સખ્સને કેટલાક સમય પહેલા રૂપિયા ૨ હજાર ઉછીનાં આપ્યા હશે. જે લેવા માટે સંજય બબલૂનાં ઘરે પહોંચ્યો હતો પરંતુ બબલૂ ત્યાં મળ્યો નહતો. પરંતુ બબલૂનો ભાઇ અમિશ ઘર પર હાજર હોવાથી તેઓની વચ્ચે ખુલ્લા હાથે મારામારી સર્જાઇ હતી. જાકે માથે મોત લઈને આવેલા સંજય અને તેના સાથે આવેલા કિન્નર મિત્રોએ અમિશ નામના શખ્સને ઘરમાજ પરિવારની હાજરીમાંજ ઉપરા છાપરી તીક્ષણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
અમિશ બબલુનો સગો ભાઈ હતો. અમિશે રૂપિયા દેવાની હાનાકાની શું કરી કે તેના જ ઘરમાં પરિવારજનોની હાજરીમાં મારી નાખવામાં આવ્યો. તો આ સમગ્ર મામલે પોલીસે સંજય અને તેના બે સાથીને દબોચી લીધા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"