દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયલ માહિતી વેચવા પર રોક લાગશે

0
6

ન્યુ દિલ્હી,
તા.૪/૫/૨૦૧૮

સરકાર નવો કાયદો લાવશે,પાંચ વર્ષની જેલ થઈ શકે

કેન્દ્ર સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે જેનાથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જાડાયેલી માહિતી વેચવા પર રોક લાગશે. પ્રસ્તાવિત કાયદામાં માહિતી વેચવાના નિયમમાં ઉલ્લંઘન કરવા બદલ પાંચ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની જાગવાઈ હશે.

ડિઝિટલ ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઈન હેલ્થકેર એક્ટ (દિશા) લાગુ થયા બાદ સ્વાસ્થ્ય ડેટાને ચેક કરીને તેને દવા અથવા જીવન વીમા કંપ્નીઓને વેચનારી કંપ્નીઓ અથવા સંસ્થાન સરકારના રડારમાં આવી જશે. કાયદાના ડ્રાફટ અનુસાર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જાડાયેલી ડિઝિટલ જાણકારી ખાનગી અને સુરક્ષિત રાખવામાં આવશે અને તેને કોઈ વ્યવસાયિક ઉદ્દેશ્ય માટે તેનો ખુલાસો અથવા ઉપયોગ કરી શકાય તેમ નથી.

વીમા કંપ્નીઓ પણ પોલિસી ખરીદી રહેલા કોઈ વ્યક્તનો ડિઝિટલ હેલ્થ ડેટા હાંસલ કરી શકશે નહીં. માત્ર વીમા દાવાના ઉકેલ દરમિયાન વિશેષ પરિસ્થતિઓમાં જ તેનો ઉપયોગ સંબંધિત વ્યક્ત અથવા તેના વારસદારની અનુમતિથી થઈ શકશે.

બિલના ડ્રાફટ અનુસાર કોઈ વ્યક્તના ડિઝિટલ હેલ્થ ડેટાને હાંસલ કરવો, તેનો ઉપયોગ કરવો અથવા તેને વ્યવસાયિક હેતુથી કોઈને આપવો દંડનીય અપરાધ ગણાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY