ન્યુ દિલ્હી,તા.૧
નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ અને કસ્ટમના અધિકારીઓએ મારેલા છાપામાં સિયાલદાહ રાજધાનીમાંથી રૂ. ૨૪,૬૦,૦૦૦ની કિંમતની રૂપિયા ૫૦ અને ૧૦ રૂપિયાની ચલણી નોટો ઝડપાઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉથી મળેલી બાતમીને આધારે કસ્ટમના અધિકારીઓએ રેલવે સત્તાવાળાઓની મદદ લઈને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સિઆલદાહ રાજધાની ટ્રેનમાં છાપો માર્યો હતો. જેમાં રૂ. ૫૦ અને રૂ ૧૦ની કુલ ૨૪,૬૦,૦૦૦ની નોટો પકડી પાડી હતી. હાલમાં આ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. જાકે, આ મામલે હજું સુધી વધુ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે પણ સત્તાવાર રીતે પકડાયેલી ચલણી નોટોને લઈને કોઈ નિવેદન આપ્યું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





