ન્યુ દિલ્હી,
તા.૧૧/૪/૨૦૧૮
તમિળનાડુના કાંચીપુરમ જિલ્લાના તિરુવેદાંતીમાં ભારતનો ભવ્ય સંરક્ષણ પ્રદર્શન શરૂ થયું છે. પ્રદર્શનમાં સ્થાનિક સંરક્ષણ કંપનીઓ ઉપરાંત, સમગ્ર વિશ્વમાં આવેલી મોટી સંરક્ષણ કંપનીઓ આધુનિક શસ્ત્રો અને સંરક્ષણ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરી રહ્યા છે. ૧૫૪ વિદેશી સંરક્ષણ ઉત્પાદકો સહિત ૬૭૦થી વધુ કંપનીઓએ ભાગ લિધો છે. ચાલો આપણે તેનાથી સંબંધિત કેટલીક વિશિષ્ટ બાબતો જાણીએ.
અહેવાલ મુજબ, આગામી ૫ વર્ષમાં સંરક્ષણ સાધનોની ખરીદી પર ભારત ૩૦૦ અબજ ડોલર (આશરે ૧૯,૦૦૦ અબજ રૂપિયા) ખર્ચવાનું વિચારે છે. વિશ્વની લગભગ તમામ કંપનીઓની આંખો આ સોદા પર છે.
૧૦મી ડિફેન્સ એÂક્ઝબિશન દ્વારા ભારતને લશ્કરી ઉત્પાદન કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકાર. ભારત લશ્કરી સાધનોની સૌથી મોટી આયાતકાર છે.
ચાર-દિવસીય પ્રદર્શનનું ઔપચારિક ઉદ્ઘાટન ૧૨મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોજવામાં આવશે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ટ્વટ કર્યું છે કે, પ્રથમ વખત, સંરક્ષણ ક્ષેત્રે ભારત તેની સંરક્ષણ ક્ષમતા દર્શાવશે.
આ કાર્યક્રમ સ્વદેશી તકનીકી દ્વારા વિકસિત લશ્કરી હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, મિસાઇલ, રોકેટ, સબમરીન, યુદ્ધજહાજની ક્ષમતા દર્શાવશે.
ટાટા, એલ એન્ડ ટી, કલ્યાણ, ભારત ફોર્જ, મહિન્દ્રા, ડીઆરડીઓ, એચએએલ, ઓર્ડનન્સ ફેક્ટરીઝ અને લોકહીડ માર્ટિન, બોઇંગ (અમેરિકા), સાબ (સ્વીડન), એરબસ, રાફેલ (ફ્રાન્સ), રોસનબરો એક્સપોટ્ર્સ, યુનાઈટેડ શિપબિલ્ડીંગ (રશિયા), બીએઇ (બ્રિટેન), સિબટ (ઇઝરાયેલ), વર્ટિલા (ફિનલેન્ડ) તેમાં ભાગ લેશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"