ન્યુ દિલ્હી,તા.૨૮
દિલ્હીના એક મદરેસાના મોલવી દ્વારા સગીર બાળકી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઈ છે. નવી દિલ્હીના નરેલા વિસ્તારમાં મંગળવારે ૬૭ વર્ષના મદરેસા શિક્ષકને ૯ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ કરવા બદલ ગિરફતાર કરાયો હતો.
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ૯ વર્ષની બાળકી ઉપર સોમવારે મોડીરાત્રે મદરેસાના શિક્ષકે બળાત્કાર કર્યો હતો. દિલ્હી પોલીસે બુધવારે આરોપીની ધરપકડ કરી હતી. બાળકીને હાલમાં દિલ્હીની આંબેડકર હોÂસ્પટલમાં સારવાર અપાઇ રહી છે.
આ ઘટનાની જાણકારી આપતાં દિલ્હી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે મદરેસાના ૬૭ વર્ષના એક શિક્ષકે ૯ વર્ષની બાળા પર બળાત્કાર કર્યાની ઘટના બહાર આવી છે. પીડિતાનું લોહી ઘણું વહી ગયું છે અને તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"