ભરૂચ,
૨૮/૦૨/૨૦૧૮
જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના સામલોદગામમાં આવેલ નવી નગરી વિસ્તારમાં રહેતા અસ્થિર મગજ ના તુલસી ડાહ્યાભાઈ સોલંકી એ પોતાના ઘરમા જાતેજ પોતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા લોહી લુહાણ હાલતમાં તેના પિતા ડાહ્યાભાઈ દ્વારા તુલસીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જાણવા મળ્યું હતું કે તુલસી સોલંકી અસ્થિર મગજનો હોઈ જેના લીધે તેણે પગલું ભર્યું હતું જે બનાવની જાણ ભરૂચ નબીપુર પોલીસને કરતા તેવો દ્રારા સિવિલ હોસ્પિટલ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"