ભરૂચ ખાતે મહેસુલી દિવસની થયેલી ઉજવણી

0
12

જિલ્લા કલેકટરના હસ્તે લાભાર્થીઓને લાયસન્સ તથા પ્રમાણપત્રો એનાયત

ભરૂચઃ
૧લી મે-૨૦૧૮ને ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી ભરૂચ ખાતે થનાર હોઇ જેના ભાગરૂપે ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં મહેસુલી દિવસની ઉજવણી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મહેસુલી દિવસની ઉજવણીના ભાગરૂપે હથિયાર/પોઇઝન લાયસન્સ ઇસ્યુ – ૧૮, કલમ-૬૩એએ પ્રમાણપત્ર- ૬, કલમ-૪૩ પ્રીમીયમના હુકમ –ર, બીન ખેતીના -૩, સરફેસી એકટ -૨૦૦૨ હેઠળના કેસો-૩ હેઠળ જુદા જુદા લાભાર્થીઓને લાયસન્સ તથા પ્રમાણપત્ર જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા અને નિવાસી અધિક કલેકટર બલાતના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેસુલી અધિકારી – કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY