તા.૧૪મી ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ઉજવણીના અનુસંધાને આ રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોને અવર-જવર તેમજ પાર્કીંગ કરવા ઉપર પ્રતિબંધ

0
20

સૂરતઃ
આગામી તા.૧૪/૦૪/૨૦૧૮ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિનો તહેવાર આવતો હોય, તેની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી રેલીઓ નિકળી સુરત રેલ્વે સ્ટેશન ખાતે શહેરની તમામ રેલીઓ ભેગી થાય છે.
ટ્રાફિક નિયમન વ્યવસ્થિત ચાલે તેવા આશયથી શહેર પોલિસ કમિશનરશ્રી સતીશ શર્મા એક હંગામી જાહેરનામા દ્વારા નીચેના રસ્તાઓ તમામ પ્રકારના વાહનોની અવર-જવર તેમજ પાર્કીંગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર સુરત શહેરમાં સુરત રેલ્વે સ્ટેશનથી દિલ્હીગેટ, રાજમાર્ગ થઇ ભાગળ ચાર રસ્તાથી એર ઇન્ડીયા, ડી.કે.એમ. હોસ્પિટલ સર્કલ, નવસારી બજાર ચાર રસ્તાથી સગરામપુરા પુતળી, ઉધના દરવાજા થઇ રીંગરોડ ઉપર માનદરવાજા પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધીના રોડ વિસ્તારમાં તા.૧૪/૦૪/૨૦૧૮ ના રોજ સવાર ૮.૦૦ થી ૧૦.૦૦ તથા બપોરના ૨.૦૦ થી રાત્રીના ૧૦.૦૦ વાગ્યા સુધીના સમય દરમ્યાન તમામ પ્રકારના વાહનોને અવર-જવર તેમજ પાર્કીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
:: વિકલ્પ ::
(૧) રીંગરોડ માનદરવાજાથી ઉધના દરવાજા તરફ જતા તમામ પ્રકારના વાહનો સીધા ઉધના દરવાજા તરફ જઇ શકશે નહીં. પરંતુ તે વાહનો ખટોદરા શાસ્ત્રીનગર તરફથી જઇ શકશે.
(૨) મજુરાગેટ તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ઉધના દરવાજા થી સ્ટેશન તરફ સીધા જઇ શકશે નહીં. પરંતુ સ્ટેશન તરફ જવા માટે ઉધના દરવાજાથી ઉધના રોકડીયા હનુમાન ચાર રસ્તા થી બી.આર.ટી.એસ. કેનાલ રોડ થઇ ભાઠેના ચાર રસ્તા થી કિન્નરી સિનેમા થઇ રીંગરોડ થઇ જઇ શકશે.
(૩) સુરત રેલ્વે સ્ટેશન થી ચોકબજાર તરફ જતા તમામ પ્રકારના વાહનો દિલ્હીગેટથી રાજમાર્ગ થઇ ભાગળ ચાર રસ્તા તરફ જઇ શકશે નહીં. પરંતુ દિલ્હીગેટ થી રીંગરોડ થઇ કિન્નરી સિનેમાથી ભાઠેના ચાર રસ્તા થી બી.આર.ટી.એસ. કેનાલ રોડથી રોકડીયા હનુમાન ચાર રસ્તા થી ઉધના દરવાજા થી મજુરાગેટ તરફ થઇ જઇ શકશે.
(૪) ચોકબજાર ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો ભાગળ ચાર રસ્તાથી રાજમાર્ગ, ટાવર રોડ તરફ જઇ શકશે નહીં. પરંતુ ભાગળ ચાર રસ્તાથી રૂવાળા ટેકરા, ગલેમંડી થઇ દિલ્હીગેટથી અમીષા હોટલ થઇ જઇ શકશે.
(૫) કાંસકીવાડ તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ભાગળ ચાર રસ્તાથી કોટ સફીલ રોડ ઉપર જઇ શકશે નહીં. પરંતુ ચોકબજાર થઇ નાનપુરા થઇ જઇ શકશે.
(૬) ગોપીપુરા તરફથી નવસારી બજાર તરફ આવતા તમામ પ્રકારના વાહનો નવસારી બજાર ચાર રસ્તા, સગરામપુરા પુતળી તરફ જઇ શકશે નહીં. પરંતુ ક્ષેત્રપાળ મંદિર રોડથી સગરામપુરાના આંતરીક રસ્તાથી ઉધના દરવાજા તરફ જઇ શકશે.
(૭) સગરામપુરા ક્ષેત્રપાળ મંદિર તરફથી નવસારી બજાર ચાર રસ્તા થઇ ડી.કે.એમ. હોસ્પિટલ સર્કલથી ભાગળ તરફ જઇ શકાશે નહીં. પરંતુ ગોપીપુરા મેઇન રોડ થઇ આંતરીક રસ્તાઓનો ઉપયોગ કરી જઇ શકાશે.
(૮) ઉધના તરફથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા માટે આવતા તમામ પ્રકારના વાહનો ઉધના દરવાજા થઇ રીંગરોડ તરફ જઇ શકશે નહીં. પરંતુ રોકડીયા હનુમાન ચાર રસ્તાથી બી.આર.ટી.એસ. કેનાલ રોડ થઇ ભાઠેના ચાર રસ્તાથી કિન્નરી સિનેમા થઇ રીંગરોડથી જઇ શકશે.
અપવાદ તરીકે આ સમયગાળા દરમિયાન ફરજ ૫રનાં પોલીસ વિભાગના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધનો બાધ લાગશે નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY