‘તાજ મહેલ તમારી મિલકત છે તો શાહ જહાની સહી વાળો દસ્તાવેજ બતાવો’

0
183

ન્યુ દિલ્હી,
તા.૧૧/૪/૨૦૧૮

સુન્ની વકફ બોર્ડે કહ્યું તાજમહેલ અમારો,સુપ્રિમે કહ્યું પુરાવા લાવો

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડને કહ્યું કે, તાજ મહાલ એ તેમની મિલકત છે એ સાબિત કરવા માટે એવો પુરાવો લઇ આવો કે, જેમાં મુગલ સમ્રાટ શાહજહાનની સહી હોય. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, મંગળવારે સુપ્રીમ કોર્ટે આ આદેશ કર્યો હતો અને વક્ફ બોર્ડને શાહજહાંની સહી વાળો દસ્તાવેજ લાવવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. શાહજહાએ તેની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો.

વક્ફ બોર્ડે ૨૦૦૫માં એવુ જાહેર કર્યુ હતુ કે તાજમહેલને તેની પ્રોપર્ટી તરીકે નોંધવામાં આવે. આ નિર્ણય સામે ૨૦૧૦માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડયાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વક્ફના આ નિર્ણય ઉપર સ્ટે મૂકવામાં આવ્યો છે. તાજમહેલની તવારીખ વિશે પુછતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, “ભારતમાં કોઇ એવું માનશે કે તાજ મહેલ વક્ફની પ્રોપર્ટી છે ? શાહજહાએ વક્ફનામા પર કેવી રીતે સહી કરી ?ક્યારે તમને એ આપી ?”. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ ના માધ્યમથી વક્ફ બોર્ડે એવો દાવો કર્યો હતો કે, તાજમહેલ શાહજહાના વખતથી વક્ફ બોર્ડની માલિકીનો છે. બોર્ડના દાવાને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડયા વતી દલીલ કરતા એડવોકેટ એ.ડી.એન રાવે કહ્યું કે, વક્ફનામાનું એ વખતે કોઇ અસ્તત્વ જ નહોતું. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિ સહિતની ત્રણ સભ્યોની ખંડપીઠે બોર્ડને ઇતિહાસ યાદ અપાવતા કહ્યું કે, સત્તરમી સદીમાં બંધાયેલા તાજમહલને મુઘલ સામ્રાજયના પતન પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપવામાં આવી હતી. આઝાદી પછી આ મિલકત એએસઆઇને સોંપવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કહ્યું કે, શાહજહાને તેના દિકરા ઔરંગઝેદે આગ્રાના કિલ્લામાં નજરકેદ કર્યા હતા અને જેલની બારીમાંથી તે તાજમહલને નિહાળતો હતો. નજરકેદમાં રહેલા શાહજહાએ વક્ફનામા પર સહી કેવી રીતે કરી ? શાહજહાની સહી વાળો દસ્તાવેજ અમને બતાવો”.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY