સ્વામીએ મોદીને પત્ર લખી રામમંદિર મુદ્દે વટહુકમ લાવવાની માગ કરી

0
102

ન્યુ દિલ્હી,
તા.૧૮/૦૩/૨૦૧૮

રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમણે એકવાર ફરી રામમંદિરનો મુદ્દો ઉઠાવી વડાપ્રધાનને સલાહ આપી દીધી છે. સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિરને લઈને વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે, કોંગ્રેસથી પ્રભાવિત વકીલ પોતાના એજન્ડા પર કામ કરીને કેસમાં વિક્ષેપ ઉભો કરી રહ્યા છે.

તેમણે વડાપ્રધાનને સલાહ આપતાં હતું કે, વડાપ્રધાન મોદી બંધારણ અને કાયદાને હથિયાર બનાવી રામમંદિર મુદ્દે વટહુકમ લાવે તે જરૂરી છે. સ્વામીએ રામ જન્મભૂમિની માલિકી પર વટહુકમ લાવવાની માગ કરી છે. વધુમાં તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, સરકાર રામમંદિરની જમીનના માલિકી હક પર વટહુકમ લાવી શકે છે.

આ વટહુકમ થકી જમીનને આગમ શાસ્ત્રમાં નિપુણ ધર્મગુરુઓના સંગઠનોને સોંપી દેવામાં આવે, જેથી રામમંદિરનું નિર્માણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે, હાલ રામ મંદિર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં અંતિમ સુનાવણી થવા જઈ રહી છે. એવામાં સ્વામીના પત્ર બાદ ફરી એકવાર રામમંદિરનો મુદ્દો ઉછળવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY