જળસીમાથી ઘુસણખોરીનાં એંધાણઃ દરિયાઈ સુરક્ષામાં વધારો, કચ્છ-મુંબઈમાં એલર્ટ

0
11

કચ્છ,તા.૭
ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ પાકિસ્તાન અટકચાળા કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવા ઈનપુટ મળ્યાં છે. આંતકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન ફરી આંતકવાદીઓ મારફતે કચ્છની દરીયાઈ સીમાના ઉપયોગથી મુંબઈ સહિત દેશમાં મોટા ષડયંત્રને અંજામ આપી શકે છે. તેવા ઈનપુટના પગલે કચ્છની દરીયાઈ સીમા સીલ કરી દેવામાં આવી છે. તે સાથે કોસ્ટલ પોલીસનો જાપ્તો પણ વધારી દેવાયો છે. આ પહેલા પણ આતંકીઓએ કચ્છના જળમાર્ગનો ઉપયોગ કરીને મુંબઈમાં હુમલો કર્યો હતો.
જળસીમા પર પોલીસ કાફલો પણ સતત તૈનાત છે. કંડલા, મુંદરા, જખૌ,માંડવી સહિતના મરીન પોલીસ સ્ટેશનની પાંચ બોટ હાલ સતત દરીયાઈ પેટ્રોલીંગમાં વ્યસ્ત છે. આ સાથે જ મુંબઈના દરિયા કિનારા પર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હાલ કંડલામાં એક બોટ, મુંદરામાં બે બોટ, કંડલા પોર્ટ અને કસ્ટમની બે બોટ દ્વારા સઘન ચેકીંગ ચાલુ છે. એક બોટમાં ૬ પોલીસ જવાનની ટુકડી ઘસ્ત લગાવી રહી છે. મહત્વનું છે કે, મુંબઈમાં આંતકવાદી હુમલામાં પણ કચ્છના દરીયાઈમાર્ગનો આંતકવાદીઓ દ્વારા ઉપયોગ થયો હતો. ત્યારે ફરી કોઈ ચુક ન રહી જાય અને આંતકવાદીઓ પોતાના મનસુબા પાર ન પાડી શકે તે માટે તમામ મોરચે સુરક્ષા એજન્સીઓ હાલે એલર્ટ પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY