આરોપીને પકડવા જતા પોલીસ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો

0
6

રાજકોટ,તા.૭
શહેરમાં બેફામ બનેલા લુખ્ખાઓ સામાન્ય નાગરિકોને તો રંજાડી રહ્યા છે પરંતુ પોલીસનો પણ ખોફ રહ્યો નથી. બુધવારે રાત્રે તડીપાર શખ્સને પકડવા ગયેલી ભક્તિનગર પોલીસ પર નામચીન જયદીપ દેવડાએ હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહને તલવારના આડેધડ ઘા ઝીંકતા ઘવાયેલા પોલીસમેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે જયદીપને ઝડપી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી.
કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતો અને તડીપાર કરાયેલો જયદીપ દેવડા શ્રમજીવી સોસાયટી મેઇન રોડ પર હોવાની હકીકત મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનનો ડી.સ્ટાફ રવાના થયો હતો. શ્રમજીવી સોસાયટી રોડ પર પાનની દુકાને ઊભેલો નામચીન જયદીપ દેવડા પોલીસને જાતા જ ઉશ્કેરાયો હતો અને પીએસઆઇ જેબલિયા સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી. નામચીન શખ્સે જાહેરમાં જ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી અને નજીકમાં આવેલી દુકાનનું શટર ઊંચકી તેમાંથી તલવાર કાઢી પોલીસ તરફ દોટ મૂકી હતી.
બનાવ અંગે ભક્તિનગર પોલીસે દિવ્યરાજસિંહની ફરિયાદ પરથી જયદીપ દેવડા સામે હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY