ન્યુ દિલ્હી,
તા.૧૨/૪/૨૦૧૮
રાજસ્થાનમાં વરસાદનો કહેર,કરા પડવાથી ૧૨ના મોત, અઢળક ઘાયલ
મથુરા,આગ્રામાં વરસાદી કહેર; બે મકાનની છત તૂટી, ૩ બાળકો સહિત ૧૬નાં મોત,તાજમહેલના પિલ્લરને થયું નુકસાન
દેશભરમાં બદલાતા મોસમના મિજાજે વિકરાળ સ્વરૂપ લીધું હતું. આની સૌથી વધુ અસર યુપી અને રાજસ્થાનમાં જાવા મળી છે. મકાનો અને વીજળી પડવાને કારણે અલગ-અલગ સ્થાનો પર ૩૦ લોકોનાં મોત નીપજ્યા છે. તો માર્ગ પર વૃક્ષોના પડવાને કારણે કલાકો સુધી જામની સ્થતિ પણ જાવા મળી છે. તોફાની વરસાદના કેરને કારણે રાજસ્થાનના ધૌલપુરમાં સાત લોકોના મોત નીપજ્યા છે. તો અન્ય ઘણાં લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. ધૌલપુરમાં જીવ ગુમાવનારાઓ સાત લોકોમાં બાળકોની સંખ્યા વધુ છે. વરસાદને કારણે ધૌલપુરની સડકો પર જળ ભરાવની સ્થતિ સર્જાઈ છે. વરસાદને કારણે આગ્રા-ધૌલપુર ટ્રેન માર્ગ પણ અસરગ્રસ્ત બન્યો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સૌથી વધુ પ્રભાવિત થયું છે.
ત્યારે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત દિલ્હી-એનસીઆરમાં આંધી સાથે આવેલા ભારે વરસાદના કારણે બનેલા વિવિધ બનાવમાં કુલ ૧૬ લોકોનાં મોત થયાં છે, જેમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી ૧૨નાં તેમજ મથુરામાં વરસાદથી મકાનની છત પડતાં ત્રણ બાળક સહિત ચારનાં મોત થયાં છે.
આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પણ હવામાનમાં એકાએક પલટો આવતાં અમુક વિસ્તારમાં વરસાદ થયાના અહેવાલ છે. આ ઉપરાંત આંધી સાથે પવન ફુંકાતાં તાજમહાલના મિનાર ખરી ગયા હતા. જ્યારે તોફાનના કારણે બનેલી ઘટનાના વિવિધ બનાવમાં ૪૦થી વધુ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એકાએક વાતાવરણ પલટાતાં ઉત્તર પ્રદેશમાં અનેક ખેડૂતોને તેમનો તૈયાર પાક ગુમાવવો પડે તેવી સ્થતિ જાવા મળી રહી છે. ગાજવીજ સાથે સાંજના સમયે આ વિસ્તારમાં વરસાદ પડતાં થોડા જ સમયમાં અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં અને આ દરમિયાન અમુક જગ્યાએ કરા પણ પડ્યા હતા. બાદમાં એકાએક ભારે પવન ફુંકાતાં અનેક મકાનોને નુકસાન થયું હતું તેમજ કેટલાંક ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં.
રાજસ્થાનમાં પણ આંધી-તોફાન સાથે ભારે વરસાદ પડતાં જનજીવન પર માઠી અસર જાવા મળી હતી. આ વરસાદના કારણે રાજ્યમાં કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે, જેમાં આંધી-તોફાનથી ધૌલપુરમાં સાત અને ભરતપુરમાં પાંચ લોકોનાં મોત થયાં છે. ભારે વરસાદથી રાજસ્થાનના આ વિસ્તારમાં રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેમાં આગ્રા-ધૌલપુર લાઈનનો વ્યવહાર કલાકો સુધી બંધ કરી દેવાતાં અનેક લોકો અટવાઈ ગયા હતા.
આ દરમિયાન પુંચ વિસ્તારમાં ભારે બરફવર્ષા થતાં તેમાં ફસાયેલા ૩૦૦ લોકોને સેનાના જવાનોએ તેમજ એનડીઆરએફની ટીમે સાત કલાકની જહેમત બાદ બચાવી લીધા હતા. આ વિસ્તારમાં થયેલી બરફવર્ષામાં ૧૫ મહિલા અને કેટલાંક નાનાં બાળકો પણ સામેલ હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








