સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮
કરોડોના હીરા હોવા છતા સિક્યોરિટી અથવા ગનમેન જ નહિ..??
સુરતના કતારગામ વિસ્તારમાં સનસનીખેજ થયેલી ૨૦ કરોડના હીરાની લૂંટ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે ગ્લો સ્ટાર ડાયમંડના કંપનીના બંને કર્મચારી સહિત ડ્રાયવરની કોલ ડિટેલ્સની તપાસ હાથ ધરી છે. કર્મચારીઓ પર ઘટના દરમિયાન અને ઘટના પહેલા કઈ-કઈ વ્યક્તઓનાં ફોન આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો સૂત્રોની માહિતી મુજબ હીરા સેફ ડિપોઝીટમાં મુકવામાં આવે છે તે કેટલા કર્મચારીઓને જાણ હતી તે અંગે પણ પોલીસ કર્મચારીઓની પુછપરછ કરી શકે છે. કરોડોના હીરા સેફ વોલ્ટમાં મુકવા જતા કોઈ સિક્્યોરિટી અથવા ગનમેન પણ કર્મચારીઓ જાડે ન હતો. ત્યારે કંપનીની પણ બેદરકારી સામે આવી છે.
લૂંટ દરમિયાન લૂંટારૂઓએ ઈલેક્ટ્રીક સ્ટીકથી કરંટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઘટનાની ગંભીરતાને લઈને એસીપી, ડીસીપી સહિતનો કાફલો ફરિયાદીને સાથે રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં ગતિ આવી છે. એટીએસ સહિતની ટીમો તપાસમાં જાડાઈ છે. સુરત શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં લૂંટનો ભેદ ઉકેલાશે. ભરચક વિસ્તાર ગણાતા કતારગામ માં સાંજના સમય દરમ્યાન કરોડોના હીરાની લૂંટની ઘટના બનતા પોલીસની પેટ્રોલિંગ પણ ફક્ત કાગળ પૂરતી જાવા મળી છે. સુરતના ઇતિહાસમાં હીરાની આ સૌથી મોટી લૂંટ ગણવામાં આવી રહી છે ત્યારે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવો સુરત પોલીસ માટે પણ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહી છે. હીરા લૂંટમાં ગુજરાત એટીએસ પણ તપાસમાં લાગી છે. એટીએસ ની એક ટિમ સુરત રવાના થઈ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"