ચેન્નાઈ,
તા.૧૨/૪/૨૦૧૮
ચેન્નાઈમાં વડાપ્રધાને ડિફેન્સ એકસ્પોનું ઉદ્ધાટન કર્યું
ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મેક ઈન ઇન્ડિયા સ્ટોલનો શુભારંભ કર્યો. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે એક્સ્પોમાં કોઈ વડાપ્રધાને ભાગ લીધો. આ વખતે આ એક્સ્પોની થીમ “ભારતઃ રક્ષા નિર્માણમાં વિકસિત થઈ રહેલું હબ” રાખવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, સ્વીડન અને ફિનલેન્ડ સહિત ૪૭ દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. ૧૪ એપ્રિલ સુધી ચાલનારા આ એક્સ્પોમાં પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડેલીગેટ્સ માટે છે. ડિફેન્સ સેમિનાર પણ થશે. ૧૪ એપ્રિલે સામાન્ય લોકો માટે આ એક્સ્પો ખુલ્લો રહેશે.
પ્રદર્શનનું ઉદઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે એ જાઈને આનંદ થાય છે કે ૫૦૦થી વધુ દેશી અને ૧૫૦થી વધુ વિદેશી કંપનીઓ અહી હાજર છે. અંદાજે ૪૦થી વધુ દેશોએ પોતાના પ્રતિનિધિને અહી મોકલ્યા છે. અમારો પ્રયાસ લોકોને બચાવવું અને શાંતિ સ્થાપિત કરવાનો છે. તેના માટે અમે અમારી સૈન્ય તાકાતોને દરેક રીતે સાથ આપવા તૈયાર છીએ.
વડાપ્રધાને કહ્યું કે, સરકારે હથિયાર મેન્યુફેક્ચરિંગ માટે બહુ જ કામ કર્યું છે. ગત કેટલાક સમયથી અમે તેના પર ફોકસ કર્યું છે. જેમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના લાઈસન્સ આપવા, એફડીઆઈ, એક્સપોર્ટ વગેરેને લઈને પગલા લીધા છે.
તેમણે કહ્યું કે, હું ખુશ છું કે, જેમણે વેપાર અને શિક્ષાના માધ્યથી ભારતની ઐતિહાસિક સભ્યતાના સંબંધ સ્થાપિત કર્યાં. પીએમ મોદીએ કંપનીઓનું સ્વાગત કરતા કહ્યું કે, હું બહુ જ ખુશ છું કે, આ વખતે પ્રદર્શનમાં ૫૦૦થી વધુ ભારતીય કંપનીઓ ભાગ લઈ રહી છે. જ્યારે કે દોઢસોથી વધુ વિદેશ કંપનીઓએ ભાગ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૫૦ આંતરરાષ્ટીય પ્રદર્શકો સહિત ૬૭૦થી વધુ પ્રદર્શક ડિસેન્ફ એક્સપોમાં ભાગ લેશે. આ વર્ષે સૂક્ષ્મ, લધુ તેમજ એમએસએમઈ ક્ષેત્રના લગભગ ૧૫ ટકાનું પ્રતિનિધિત્વ રહેશે.
પીએમ મોદીની ચેન્નઈ મુલાકાત દરમિયાન અનેક પ્રદર્શનકારીઓએ કાળા વાવટા ફરકાવ્યા હતા. વડાપ્રધાનની આ મુલાકાતનો અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. તેમાં તમિલ આર્ટસ એન્ડ કલ્ચરલ ફોરમ, સ્ડ્ઢસ્દ્ભ નેતા વાઈકો, ્ફદ્ભ નેતા વેલમુરુગન ઉપરાંત ડીએમકે નેતાઓ પણ સામેલ થશે. જેઓએ કાવેરી મુદ્દે પ્રદર્શન કર્યા હતા.
ડિફેન્સ એક્સ્પોમાં ભારતની હથિયાર બનાવવાની ક્ષમતા વિશ્વની સામે રજૂ કરવામાં આવશે. તેની થીમ ઇન્ડિયા – ધ ઇમેજિંગ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ છે. તેમાં ઘરેલુ રક્ષા કંપનીઓ ઉપરાંત દુનિયાભરથી આવેલા રક્ષા ક્ષેત્રની મોટી મોટી કંપનીઓ આધુનિક હથિયારો અને રક્ષા ઉત્પાદકોનું પ્રદર્શન કરી રહી છે. આ તમામ કંપનીઓ સનેના આધુનિકીકરણના કારણે થતી અરબો ડોલરની રક્ષા ખરીદી પર નજર ટકાવી બેસી છે. એનડીએ સરકાર ૧૦મા રક્ષા પ્રદર્શનીને ભારતના સૈન્ય ઉત્પાદન કેન્દ્રના રૂપમાં બદલવાના પ્રયાસમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"