અલ્હાબાદ,
તા.૧૨/૪/૨૦૧૮
પરીક્ષામાં કોપી કરતા પકડાયા બાદ મંગળવારે કાલેજના ચોથા માળે કૂદકો મારી આત્મહત્યાનો પ્રયાસ કરનારા ૧૯ વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થતાં પોલીસે પ્રિન્સપાલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સચિન વાઘને આત્મહત્યા માટે કથિત રીતે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે એમઆઈટી નર્સિંગ કાલેજના પ્રિન્સપાલ અને ટીચર સામે ગુનો નોંધ્યો હતો. સોમવારે બી. એસસી (ન્યુટ્રિશન બાયોકેમિસ્ટ્રી)ની પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરે વાઘને કથિત કોપી કરતા પકડી પાડ્યો હતો અને કાલેજના પ્રિન્સપાલે તેને તેના વડીલોને કાલ કરવા કહ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વડીલો તરફથી કદાચ ઠપકો સાંભળવાના ડરે વિદ્યાર્થીએ કાલેજના ચોથા માળેથી નીચે પડતું મૂક્્યું હતું. ગંભીર હાલતમાં ખાનગી હોસ્પટલમાં લઈ જવાયેલા વાઘને આઈસીયુમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મૃત્યુ થયું હતું.
વાઘના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે બુધવારે કાલેજના પ્રિન્સપાલ હેલન રાની અને ટીચર રચના મોરે વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







