ભવિષ્યમાં દેશભરમાં ૧૦,૦૦૦ કિમીનો માર્ગ બાંધવાની રેલવેની યોજના : રેલમંત્રી

0
96

મુંબઈ,
તા.૧૨/૪/૨૦૧૮

લોકલ અને લાંબા અંતરની ટ્રેનો દોડાવવામાં જ રેલવેને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એવા સંજાગોમાં બુલેટ ટ્રેન કેટલી આવશ્યક છે એવો પ્રશ્ર્‌ન હંમેશા જ પૂછવામાં આવે છે. એક વખત દેશમાં બુલેટ ટ્રેન આવી ગઈ ત્યાર બાદ બુલેટ ટ્રેનનું નેટવર્ક ફેલાવવામાં વધુ સમય નહીં લાગે એવો વિશ્ર્વાસ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે વ્યક્ત કર્યો હતો.

મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જ ગોયલે બુલેટ ટ્રેન સુરક્ષા અને સુવિધાની દૃષ્ટએ મહત્વની હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. એક વખત બુલેટ ટ્રેન શરૂ થશે, ત્યાર બાદ પ્રવાસીઓને સુરક્ષાની સાથે સાથે ઉત્તમ સેવા આપવાનો અમારો પ્રયાસ સફળ થયો ગણાશે. બુલેટ ટ્રેનને કારણે મેઈન લાઈન પરના ટ્રાફિકમાં પણ અમુક અંશે ઘટાડો જાવા મળશે, એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઉપરાંત ભવિષ્યમાં ૧૦,૦૦૦ કિમી સુધીના નેટવર્ક પર બુલેટ ટ્રેન દોડાવવાનું શક્્ય બનશે. જેમાં આગ્રા-બનારસ, મુંબઈ-બેંગ્લોર, કોલકતાથી દિલ્હી એમ દેશના બે મોટા શહેરોને જાડવાની રેલવે મંત્રાલયની યોજના હોવાનું પણ ગોયલે સ્પષ્ટ કર્યું હતું.

નવી ટૅક્નોલોજીના આગમન વખતે તેનો વિરોધ થવો સ્વાભાવિક છે. જ્યારે પહેલી રાજધાની ઍક્સ્પ્રેસ ૧૯૬૯માં શરૂ કરનામાં આવી એ વખતે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજની તારીખમાં આ ટ્રેનમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

ભારતીય રેલવેની વર્તમાન પરિસ્થતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં રેલવે મંત્રાલય પ્રવાસીઓની સુરક્ષા પર વધારે ભાર મૂકી રહ્યું છે. હાલમાં રેલવે ટ્રેક બદલાવવાનું કામ મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે અને આને કારણે ૨૦૧૯ સુધી ટ્રેનો ટાઈમ પર દોડવા લાગશે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY