બાબાસાહેબ આંબેડકર ખુદ હિંસક આંદોલનના સમર્થક નહોતા : ભાગવત

0
19

મુંબઈ,
તા.૧૨/૪/૨૦૧૮

આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડા. બી. આર. આંબેડકરને લાગતું હતું કે સ્વતંત્ર ભારતમાં હિંસક ચળવળને પણ સ્થાન ન હોવું જાઇએ. તાજેતરમાં જ એટ્રોસિટી ઍક્ટ નબળો કરવાના વિરોધમાં દલિતોએ દેશવ્યાપી બંધનું એલાન કર્યું હતું. હાલમાં જ અનામતના વિરોધમાં સવર્ણોએ બંધ જાહેર કર્યો હતો, તેવા સમયે આરએસએસના વડાએ ટિપ્પણી કરી છે.

‘આજે આપણા કાર્ય અને કાર્યશૈલી સ્વતંત્રતાના સેનાનીઓ કરતા તદ્દન ભિન્ન છે અને એ ભિન્ન જ હોવા જાઇએ. ભારતની બંધારણીય સભામાં તે સમયે આંબેડકરે જણાવ્યું હતું કે બ્રિટિશ સત્તા સામે લડવામાં આપણે જે રીત અપનાવી એ એમની સામે યોગ્ય હતી. પણ આપણી જ સત્તા હોય ત્યારે આપણે બ્રિટિશ રાજમાં કરતા હતા એવા હિંસક આંદોલનો અને દેખાવો કરીએ તે યોગ્ય નથી,’ એમ ભાગવતે જણાવ્યું હતું.

સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશ માટે અલગ અલગ રીતે યોગદાન આપ્યું છે. કેટલાકે દેશમાં રાજકીય જાગૃતિ માટે કામ કર્યું, કેટલાકે દેશમાં સામાજિક જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું અને કેટલાકે હાથમાં હથિયારો સજાવી બ્રિટિશ રાજનો બહિષ્કાર કર્યો. તેમણે જે કામ કર્યું તે મહાન અને પ્રેરણાદાયક જ કામ હતું, પરંતુ હવે સમય બદલાયો છે અને તેમણે તેમના જમાનામાં જે કર્યું એનું આપણે આજના જમાનામાં અનુકરણ ન કરી શકીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY