જેહાદી સાહિત્ય વાંચવાથી કોઈ આતંકવાદી નથી બની જતુ : કેરળ હાઈકોર્ટ

0
104

હાઈકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકાળાયેલા આરોપીને જામીન આપ્યા
તિરુવનંતપુરમ્‌,તા.૧૪
કેરળ હાઇકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા એક આરોપીને જામીન આપીને કÌšં કે આતંક સાથે સંબંધિત વીડિયો જાવો અને જેહાદી સાહિત્ય વાંચવાથી કોઇ આતંકવાદી નથી બની જતું.
જજ એ.એમ. શફીક અને જજ પી. સોમરાજનની બેંચે મુહમ્મદ રિયાસ નામના એક વ્યક્તિની અપીલ પર વિચાર કરીને આ ટિપ્પણી કરી છે. આરોપીએ તેના જામીન નામંજૂર કરવાના એનઆઇએ કોર્ટના આદેશને પડકાર્યો હતો.
રિયાસે કહ્યુ કે તે કોઇપણ આતંકી સંગઠનનો હિસ્સો ન હતો. રિયાસે પોતાની અપીલમાં દલીલ કરી હતી કે તેનાથી અલગ રહેતી તેની હિંદુ પત્નીની ફરિયાદ પછી આતંકી આરોપો હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અરજકર્તાએ કહ્યુ કે તે ફક્ત લગ્નના વિવાદ સાથે જાડાયેલો મામલો છે અથવા તો તેની પત્નીએ કોઇના દબાણમાં આવીને તેના વિરુદ્ધ આ આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેની પત્ની ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્રીય એજન્સી એનઆઇએએ દલીલ કરી કે રિયાસ પાસેથી બે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, જેમાં જેહાદ આંદોલન વિશે સાહિત્ય, ઇસ્લામી ઉપદેશક ઝાકિર નાઇકના ભાષણોના વીડિયો અને સીરિયામાં યુદ્ધ સાથે જાડાયેલા કેટલાક વીડિયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY