કોગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ અંગે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કોîગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા
સુરત, તા.૯
એ.આઈ.સી.સી.ના અધ્યક્ષ રાહુલજીના અધ્યક્ષ સ્થાને કોîગ્રેસ કાર્યકારિણીની બેઠક સવારે ૧૦.૩૦ કલાકે સરદાર સ્મારક શાહીબાગ, ત્યારબાદ બપોરે ૧.૩૦ કલાકે જય જવાન જય કિસાન જન સંકલ્પ રેલીનું આયોજન ત્રિમંદિર, અડાલજ ખાતે ૧૨-૩-૨૦૧૯ને મંગળવારે અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. જે અંગે ગતરોજ તા.૮-૩-૨૦૧૯ના રોજ સાંજે ૪.૦૦ કલાકે સુરત શહેર જિલ્લા કોîગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ બાબુભાઈ રાયકા અને વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડિયાના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન ઈશ્વર ફાર્મ, કેનાલ રોડ સુરત ખાતે કરાયું હતું. પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, ગાંધી આશ્રમ, સાબરમતી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવેલ છે. જેમાં કોîગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહજી અને એ.આઈ.સી.સી.ના મહાસચિવપ્રિંકજી અને કોગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાo, પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ જાડાશે. ઉપરાંત સવારે ૧૦.૦૦ કલાકે પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને કોગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી સહિતના મહાનુભાવો પુષ્પાંજલી અર્પણ કરશે તથા સવારે ૧૦.૩૦ કલાકે સરદાર સ્મારક, શાહીબાગ ખાતે કોગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. જેમાં આર્થિક, રાજકીય, આંતરિક અને બાહ્ના સુરક્ષા, બેરોજગારી, ખેડૂતોની વિષમ પરિસ્થિતિ, મોઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા પર વરિષ્ઠ નેતૃત્વ વિસ્તૃત ચર્ચા કરશે અને બપોરે ૧.૩૦ કલાકે ત્રિમંદિર, અડાલજ ખાતેના વિશાલ મેદાનમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીને કોîગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના સંબોધન કરશે.
વધુમાં સુરત શહેર જિલ્લા કોîગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઈ રાયકા અને વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડિયાએ ગુજરાતમાં યોજાનાર ઐતિહાસિક જન સંકલ્પ રેલીમાં એક મંચ પર કોîગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી, યુપીએ ચેરપર્સન સોનિયાજી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહજી અને એ.આઈ.સી.સી.ના મહાસચિવ પ્રિકાજી સહિતના વરિષ્ઠ નેતઓ ઉપસ્થિત રહેવાના છે. કોîગ્રેસ પક્ષની ઐતિહાસિક જન સંકલ્પ રેલીમાં સુરત શહેરીજનોને ઉપસ્થિત રહેવા અને આ રેલીમાં સહભાગી થવા કોîગ્રેસ પક્ષ વતી હૃદય પૂર્વક આમંત્રણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




