સેવા નિવૃત્તિ અવસરે વિદાય સમારંભ યોજાયો
સુરત, તા.૯
મહિધરપુરા હેડ પોસ્ટ ઓફિસ, ટાવર રોડ સુરતના પોસ્ટમેન એમ.આઈ. બેલદાર નિવૃત્ત થતા સિનિયર પોસટ માસ્તર શ્રીવાસ્તવના પ્રમુખ પદેને ડે.પી.એમ. સરૈયાના અતિથિ વિશેષ પદે નિવૃત્તિ વિદાય સમારોહ તા.૬-૩-૨૦૧૯ના રોજ યોજાયો હતો. સિનિયર પોસ્ટ માસ્તરે શ્રીફળ પુષ્પગુચ્છ, શાલ, પ્રતિકભેટ આપી શુભેચ્છા પાઠવી હતી. એસ.એમ. વાઘેલા, જન સંપર્ક અધિકારી વિનોદ સોલંકી, ભગુભાઈ સોલંકી, નરેશભાઈ સુરતીએ શ્રી બેલદાર ઉપરાંત એમના સ્વજનોનું બહુમાન કર્યું હતું. એચ.કે. પરમાર, પી.કે. પટેલે પ્રાસંગિક વિધિ કરી હતી. વક્તાઓએ તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છાઅો પાઠવી હતી. સુધાકરભાઈ, સલીમભાઈ, આહિર પણ હાજર રહ્ના હતા. મધુર કંઠે વિદાય ગીત ગાઈ રાજુ શેખે સંચાલન કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



