ભરૂચ;
ભરૂચ જિલ્લા પંચાયતમાં સ્ટેટસ્ટિકલ શાખા જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મણિ પરમાર રૂપિયા બે હજારની લાંચ લેતાં એ.સી.બી. ના હાથે ઝડપાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા પંચાયતના સ્ટેટસ્ટિકલ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને મૂળ જંબુસરના રહેવાસી મણિ પરમાર રૂપિયા બે હજારની લાંચ લેતા ભરૂચ એ સી બી શાખા ના હાથે રંગે હાથ ઝડપાયા હતા. જ્યારે તેવોને પકડવામાં આવ્યાં હતાં તે દરમિયાન તેઓ પાસે થી દેશી દારૂની પોટલીઓ પણ ઝડપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ ના પત્રકાર દિનેશ મકવાણા પાસેથી જીલ્લા પંચાયત ખાતેથી આપવામાં આવેલ જાહેરાતના ચેકો આપવા માટે ચેક દીઠ રૂપિયા એક હજાર લાંચ માંગણી કરી હતી જે પતાવટ પેટે રૂપિયા ૫૦૦ ચેકદીઠ આપવાના નિર્ધારિત થયા હતા જે બાબતે ફરિયાદીએ એ,સી,બી બ્રાંચ ભરૂચમાં ફરિયાદ કરી એક ચેકના ૫૦૦ લેખે ફરિયાદીએ ચાર ચેકના બે હજાર રૂપિયા આપવા જતાં મણી પરમાર એ સી બી ના રંગે હાથ ઝડપાઇ ગયા હતા. બનાવ અંગેની વધુ તપાસ ભરૂચ એ.સી.બી બ્રાન્ચના પી.આઈ બારોટ ચલાવી રહ્યા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





