કલીમકવાણાની વિધવાનો વિધવા સહાય નો ચેક બેંકથી ખોવાઈ જતા મહિલા અટવાઈ

0
91

અલ્હાબાદ બેંકમાં ચેક જમા કરાવ્યો પણ બેંકથી ખોવાઈ ગયો હવે મામલતદાર ને રજૂઆત કરી નવો ચેક આપવા રજૂઆત કરાઈ
સરકાર દ્વારા સહાય ફાળવાય ચેક પણ અપાયો પણ બેન્કની ભૂલને કારણે એક વિધવા મહિલા રાજપીપળાના ધક્કા ખાઈ રહી છે

રાજપીપળા: નર્મદા જિલ્લાના કલીમકવાણા ગામમાં રહેતા વિધવા મહિલા લીલાબેન પ્રવીણ તડવી ને રાજ્ય સરકાર તરફ થી સમાજ કલ્યાણ વિિભાગેે મામલતદાાર ગરુડેશ્વર મારફતે 20 હજાર નો ચેક વિતરણ કર્યો જેમાં લીલાબેન તડવી ને ચેક મળતા પોતાનું ખાતું રાજપીપળાની અલ્હાબાદ બેંકમાં હોય જેમાં 186998નો SBI નો ચેક 13 માર્ચ 2018 ના રોજ જમા કરાવ્યો બાદમાં 10 દિવસ બાદ તપાસ કરતા ચેક પોતાનાં ખાતામાં જમા થયો નથી ખાતામાં રૂપિયા નથી ની વાત કરતા વિધવા મહિલાએ ચેક જમા કરેલ પાવતી બતાવી ત્યારે બેન્કને પોતાની ભૂલ સમજાઈ આખી બેન્ક માથે કરી પણ આ વિધવા મહિલાનો ચેક મળ્યો નહિ, એટલે અલ્હાબાદ બેંકે પોતાની ભૂલ સ્વીકારી લેખિતમાં મામતદાર ગરુડેશ્વરને આ ચેકનું સ્ટોપ પેમેંન્ટ અને નવો ચેક ઇસ્યુ કરવા લેખિત આપ્યું પણ હવે આ વિધવા મહિલા છેલ્લા ત્રણ મહિનાથી મામલતદાર કચેરીના અને રાજપીપલા સમાજકલ્યાણ વિભાગના ધક્કા ખાઈ રહી છે, બેંકે ચેક ખોવાયાની ભૂલ સ્વીકારી લેખિત આપ્યું છે. છતાં વહીવટી તંત્ર આ વિધવા મહિલા ને ચેક આપવામાં સુ વાંધો છે. આ મહિલાને ફાળવાયેલા નાણાં કદાચ ટ્રેઝરી એ તો એન્ટ્રી બોલાવી દીધી હશે ત્યારે આ નાણાં ક્યાં ગયા આ વિધવા મહિલાને સહાય કોણ આપશે, સરકારી તિજોરીમાંથી હજુ નાણાં ઉપાડ્યા નથી તો બીજો ચેક આપવામાં શું વાંધો છે જો આ મહિલાને ચેક મળે તો તેમની આર્થિક સમસ્યા હલ થાય.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY