ગરુડેશ્વરના જંતર ગામે જમીન ખેડવા બાબતે ધીંગાણું : 3 સામે ફરિયાદ

0
320

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જંતર ગામે જમીન ખેડવા બાબતે મારામારી થઈ જેમાં ત્રણ શકશો ભેગા મળીને મારામારી કરી પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર જંતર ગામના ઉખડા ફાળિયામા રહેતા રમણ વિરમા વસાવા તેના દીકરા વાહરીયા સાથે ગામમાં આવેલ દુકાને સામાન લેવા ગયેલ તે વખતે વખતે જંગલની જમીન ખેડવા બાબતની અદાવત રાખી દામીયા શંકર વસાવા, સેંવંતી શંકર વસાવા, રૂપજી મુળજી વસાવા ત્રણેય આવી ગમેતેમ અશબ્દો બોલી મારી જમીન કેમ ખેડે છે કહી ઝઘડો તકરાર કરી તેની પસેની બેટરી લઈ માથામાં તેમજ મોઢાના ભાગે મારી ઈજા કરી લોહી લુહાણ કરી તેની સાથેના બીજા સાથીઓએ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જે બાબત ની ફરિયાદ કરતા પોલીસે તપાસ ચાલુ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY