સગીરા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા કરાશેઃ મહેબૂબા

0
16

શ્રીનગર,તા.૧૩/૪/૨૦૧૮

રાજ્યના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ એવી જાહેરાત કરી છે કે સગીર બાળકીઓ સાથે આવી નૃશંસ ઘટનાઓ વિરુદ્ધ સરકાર એક કડક કાયદો લાવવા જઇ રહી છે. આ કાયદામાં સગીરા બાળકીઓ પર રેપ કરનાર અપરાધીઓને ફાંસીની સજાની જાગવાઇ કરાશે.

આ અંગે ટ્‌વટ કરીને જાણકારી આપતાં મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે અમે ભવિષ્યમાં કોઇ અન્ય બાળકી સાથે આવી ઘટના થવા દઇશું નહીં. અમે રાજ્યમાં એક નવો કાયદો લાવી રહ્યા છીએ, જેનાથી સગીરા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપી શકાશે.

હું દેશને ખાતરી આપવા માગું છું કે અમે આસિફાને ન્યાય અપાવવા માત્ર તેના પરિવારની પડખે જ ઊભા નથી, પરંતુ આવી ઘૃણાસ્પદ ઘટનાઓને અંજામ આપનાર સામે કડક સજા અપાવીને દેશ સમક્ષ એક મિસાલ પેશ કરવા માગીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY