કઠુઆ ગેંગરેપ : મેનકા ગાંધીએ આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી

0
16

ન્યુ દિલ્હી,
તા.૧૩/૪/૨૦૧૮

જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની આસિફા સાથે પહેલા મંદિરમાં ઘણાં દિવસો રેપ થતો રહ્યો અને પછી તેની હત્યા કરી નાંખી હતી. મન-મગજ હચમચાવી નાંખતી આ ઘટના અંગે આખા દેશમાં ગુસ્સો છે. આસિફાના પરિવારમાં દુખનો માહોલ છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ મુદ્દે આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીનું કહેવું છે કે સરકાર પોક્સો એક્ટમાં સંશોધન માટે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ લાવશે. આ સંશોધન પ્રામણે ૧૨ વર્ષની બાળકી સાથે રેપના મામલામાં મોતની સજાનુ પ્રાવધાન રાખવામાં આવશે. અત્યાર સુધી પોક્સો એક્ટના સેક્શન ૩, ૪ અને ૬ પ્રમાણે રેપ પર ૧૦થી લઇને ઉમરકેદનું પ્રાવધાન છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આરોપીઓ માટે ફાંસીની સજાની માગ કરતા કહ્યું હતું કે , હું આ સાંભળીને અંદરથી તૂટી ગઇ છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY