શિક્ષણમંત્રીનું ભોપાળું : વાલીઓ સરકારને નહીં ફી સમિતિને રજૂઆત કરે

0
11

ગાંધીનગર,
તા.૧૩/૪/૨૦૧૮

ખાનગી સ્કૂલોમાં ફી વિવાદ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ખંખેર્યા હાથ

ખાનગી શાળાઓમાં ફી નિયમનને લઈને ચાલી રહેલા વિવાદમાં આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આખા વિવાદથી હાથ ખંખેરી લીધા હતા. એક સમયે તગડી ફી ઉઘરાવી રહેલા શાળા સંચાલકોને ‘જાઈ લેવાની’ તેમજ છેલ્લે સુધી લડી લેવાની વાતો કરતા શિક્ષણમંત્રી શુક્રવારે સાવ પાણીમાં બેસી ગયા હતા.

મીડિયાએ જ્યારે તેમને ફી નિયમન અંગે પૂછ્યું ત્યારે તેમણે વિવાદથી હાથ ખંખેરી લેતા કહ્યું હતું કે, વાલીઓએ આ અંગે જે પણ રજુઆત કરવી હોય તે ફી નિયમન સમિતિ સમક્ષ કરી શકે છે. ૨૩૮ સ્કૂલનું લિસ્ટ હજુ સુધી જાહેર ન થવા અંગે ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું કે, આ અંગે એફઆરસીની રચના કરવામાં આવી છે. જે કંઈ ફરિયાદ કે રજુઆત હોય તે તેમની સમક્ષ કરી શકાશે. શિક્ષણ મંત્રીના નિવેદન બાદ વાલીઓમાં રોષ જાવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ફી નિયમન બાબતે પહેલેથી જ શિક્ષણ મંત્રીનો ઝૂકાવ શાળાઓના સંચાલકો તરફી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY