બરેલી,
તા.૧૩/૪/૨૦૧૮
બરેલીનો એક અજબ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં યુવક બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસરની ચાલતી એસયુવી કારના બોનેટ પર દેખાય છે જે ચાર કિલોમીટર સુધી આમ જ લટકેલો રહે છે. બરેલીના રામનગરનમાં બુધવારની બપોરે આ ઘટના બની હતી.
૩૪ વર્ષનો યુવક જેની ઓળખ બ્રિજ લાલ તરીકે થાય છે. તે પોતાના મિત્ર સાથે તેના ગામ કિટોના ગામમાં શૌચાલય બનાવવા માટેનું ફંડ લેવા ગયા હતાં. તેઓ કલાકોથી બ્લોક ડેવલોપમેન્ટ ઓફીસની બહાર પોતાની ફરિયાદ લઇને ઉભો હતો પરંતુ તેની ફરિયાદ સાંભળવાનો કોઇ અધિકારી પાસે સમય જ ન હતો. થોડીવાર પછી અધિકારી ઓફિસમાંથી બહાર આવ્યાં અને પા‹કગમાં પાર્ક કરેલી તેમની કારમાં કોઇ ફરિયાદ સાંભળ્યા વગર બેસી ગયા. જેના કારણે યુવક તેમને રોકવા માટે ગાડીના બોનેટ પર ચઢી ગયો.
બીડીઓ ઓફિસર પંકજ કુમાર ગૌતમ જે આગળની સીટ પર બેઠા હતાં તેમણે આ વીડિયો ઉતાર્યો છે. બંન્ને લાલ અને ગૌતમે એકબીજા સામે એફઆરઆઇ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







