ભરૂચ ચકચારી ડબલ મર્ડર કેસના આરોપી સામે તેણી જ પત્ની દ્વારા ફરિયાદ

0
158

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચના ભાજપના બે આગેવાનો શિરીષ બંગાળી તેમજ પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલો આબીદ દાઉદ વ્હોરા પટેલ હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે તેની પત્નીએ તેની સામે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેની પત્ની તબસ્સુમે ભરુચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તે તેના સસરા દાઉદ પટેલ, નણંદ નરગીસ તેમજ તેની સાથે રહેતો તેનો મીત્ર સાજીદ ઉસેન ગાંજા અને તેમના બાળકો સાથે એક જ મકાનમાં રહે છે. આબીદની ધરપકડ બાદ તેના સાસુ સસરા તેમજ નણંદ અને તેનો મિત્ર એકસંપ થઇ તેને આબીદને છોડાવવા માટે પિયરમાંથી રૂપિયા 3 લાખ લઇ આવવા માનસિક અને શારીરિક ત્રાસ આપતાં હતાં. જે બાદ તે એકલી તેમના મકાનના ઉપરના એક રૂમમાં રહેતી હતી. દરમિયાન ગત 3 જાન્યુઆરીએ તેના પતિ આબીદે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલથી તેના ઉપર ફોન કરી તેની પાસેથી રૂપિયા 5 લાખનો બંદોબસ્ત કરી રાખવા ધાકધમકીઓ આપી હતી. તે પછી પણ અવાર નવાર તે જેલમાંથી મોબાઇલથી ફોન કરી ધાકધમકીઓ આપતો હતો. દરમિયાન તેના સાગરિતો યુસુફ લંગોટ, ઇમરાન સોનરા તેમજ સલીમ ગાંડાએ અવાર નવાર તેના ઘરે આવી તેને મકાન ખાલી કરવા તેમજ આબીદના કહ્યાં મુજબ રકમ આપવા માટે ઉઘરાણી કરી માનસિક ત્રાસ ગુજારતાં હતાં. જેને પગલે તેણે તમામ વિરૂદ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે સાયબર સેલની ટીમે પણ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY