આંબેડકર ભવન ખાતેના હોલમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન.
ભરૂચઃ
સામાજિક સમરસતાના પુરસ્કલર્તા ભારત રત્નમ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મઃજયંતિ ઉપક્રમે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાાણ કચેરી – ભરૂચ ધ્વાઅરા મામલતદાર કચેરી પાસે આવેલ આંબેડકર ભવન ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ હેઠળ ગ્રામ સ્વસરાજ અભિયાન અંતર્ગત સામાજિક ન્યાઆય દિવસની ઉજવણી કરવામાં આવેલ.
કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ આંબેડકર ભવન ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કરી પુષ્પમાળા પહેરાવી ભાવાંજલિ અર્પી હતી. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે તથા અધિકારીગણ, અગ્રણી રાજેન્દ્રૉભાઇ સુતરીયા, મહનરભાઇ પરમાર સહિત મહાનુભાવોએ પણ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પવમાળા પહેરાવી ભાવાંજલિ અર્પી હતી.
ભાવાંજલિ કાર્યક્રમ બાદ આંબેડકર ભવન ખાતેના હોલમાં સામાજિક ન્યાપય દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવો ધ્વાપરા ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન – કવન ઉપર પોતાનું વકતવ્યષ રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ – ભરૂચ તરફથી આંબેડકર આવાસ યોજનામાં શહેરી વિસ્તા ર માટે રૂા. ૪૫૦૦૦/- ની સહાય મંજૂર કરવામાં આવેલ જેનો પ્રથમ હપ્તાંનો ચેક રૂા. ૨૧૦૦૦/- પ્રમાણે બે લાભાર્થીને એનાયત કરવામાં આવેલ. વિદેશ અભ્યાયસમાં લોન ઝડપી સમયમાં મળી તે બદલ મકવાણા નિરંજનભાઇએ રાજય સરકારનો આભાર માન્યોષ હતો. આ પ્રસંગે જન શકિત ટ્રસ્ટલ ધ્વા/રા બાળકોને બેગ વિતરણ પણ કરવામાં આવ્યાવ હતા.આ પ્રસંગે સમાજ કલ્યાળણ અધિકારી (બક્ષી પંચ) એ.ડી.રાણા, તકેદારી અધિકારી કુસુમબેન સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિ્ત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"










