નાશામાં ધૂત બે નબીરાની ધરપકડ, મર્સિડીઝ જપ્ત કરાઇ

0
6

વડોદરા,તા.૧૮
વડોદરાના રેસકોર્સ આંબડકર સર્કલ પાસે કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. દરમિયાન કોઇએ ૧૦૦ નંબર ઉપર ફોન કરતાં ગોત્રી પોલીસની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં કારમાંથી બે નબીરા દારૂ પીધેલા હોવાનું બહાર અવ્યું હતું. પોલીસે તેમનું નામઠામ પૂછતાં આકાશ પરુષોત્તમભાઇ વાઘેલા અને અતિશય રમેશભાઇ જાટિયા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આકાશ વિરુદ્ધ ડ્રંક એન્ડ ટ્રાઇવ અને અતિશય સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આકાશ બિલ્ડર છે. રેસકોર્સ પાસેની એમરલ્ડ બિલ્ડિંગ તેણે બનાવી છે. તેમજ જાણીતા સિકિયોરિટી એજન્સીના સંચાલકનો જમાઇ છે. જ્યારે અતિશય જાટિયા પાદરામાં કેપ્સુલ બનાવવાની ફેક્ટરી ધરાવે છે.
આ અગાઉ તે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આકાશ મર્સિટીઝ ચલાવતો હતો. ત્યારે અચાનક કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. ટાયર ફાટી ગયું હતું. જા. ટાયર ફાટ્યું ન હોત તો આરોપીઓ ભાગી ગયા હોત. પોલીસે બંને આરોપીના બ્લડ સેમ્પલ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, બિલ્ડરની કાર અક્સમાત બાદ તેના જ એમરલ્ડ કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં જઇ સંતાડી દેવાઇ હતી. જોકે, મીડિયાના દબાણથી મોડી રાત્રે કાર પોલીસ સ્ટેશન લવાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY