સાબરકાંઠા,તા.૧૮
લાખો પશુપાલકોના વિશ્વાસનું પ્રતિક બનેલી સાબરડેરીના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં જેઠાભાઇ પટેલ હારી ગયા હતા. જેઠાભાઇ પટેલના સામ્રાજ્યનો અંત આવતા પશુપાલકોમાં ખુશીની લહેર જાવા મળી હતી. જ્યારે વાઇસચેરમેન તરીકે જ્યંતિભાઇ પટેલ ચૂંટાયા છે. જ્યારે ચેરમેન તરીકે મહેશભાઇ પટેલની જીત થઇ છે જેઓ અત્યારે સાબરકાંઠા બેન્કના ચેરમેન પણ છે. સોમવારે યોજાયેલી ચૂંટણી જંગમાં પરીવર્તનો પવન ફૂંકાયો છે પરંતુ ચૂંટણી પહેલા કેટલાક સભ્યોનું હોર્સ્ટ્રેડિંગ થયાની લોકચર્ચા ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જિલ્લાની સહકારી સંસ્થા સાબરડેરીમાં ચૂંટાયેલા મોટાભાગના ડિરેક્ટરોનો ઇતિહાસ જાવામાં આવે તો તેઓ કિયારેય એકબીજાને વફાદાર રહ્યાં નથી. પોતાનું ધાર્યું થાય અને મામકાઓને નોકરી મળે તેટલો જ સ્વાર્થ ચૂંટાયેલા ડિરેક્ટરોનો હોય છે.
જિલલામાં પાછલા પાંચ વર્ષના રેકોર્ડ તપાસવામાં આવે તો ચૂંટાયેલા ડિરેક્ટરો પૈકી એકાદ-બેને બાદ કરતાં કોઇએ પણ પશુપાલકોના હીતમાં કિયારેય જાહેરમાં અવાજ ઉઠાવ્યો નથી. સારડેરીની ચૂંટણી થયા પછી ચેરમેન-વાઇસ ચેરમેનના ધ્યાનમાં બધુ જ ફિક્સ થતું હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



