ન્યુ દિલ્હી,તા.૧૮
સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પરત મોકલવા બદલ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસા કરનારાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાયલટની મુકિત કાયદા મુજબ થઇ હતી અને આ કોઇ ઉપકાર કર્યો નથી. તેમણે જણાવ્યું કે ૧૯૭૧ના યુદ્ધ પછી ભારતે કોઇ પણ શરત વગર ૯૦,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને પરત મોકલ્યા હતા. પાકિસ્તાન આ યુદ્ધમાં હાર્યું હતું. જોકે, કેટલાક લોકો કેટલાક પત્રકારો અને કેટલાક વિચારકોએ આપણા પાયલટને પરત મોકલવા પર તેમની ભરપુરા પ્રશંસા કરી રહ્યા છે. જાકે આમ માત્ર કાયદાને કારણે થયું હતું અને ભારત પર કોઇ ઉપકાર નથી. તેઓ એવા પણ પ્રશ્નો કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કર્યું છે?
ઉલ્લેખનીય છે કે શનિવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઈન્ડિયન એર ફોર્સ (આઇએએફ)ના વિમાન મિગ -૨૧એ પાકિસ્તાન એર ફોર્સના વિમાન એફ -૧૬ને તોડી પાડ્યું હતું અને તેના માટે નજરે જાનારા સાક્ષીઓ ઉપરાંત ઇલેક્ટ્રોનિક પુરાવા પણ સાંપડ્યા છે. મિગ-૨૧ને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ચલાવી રહ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનના એફ-૧૬ વિમાન અને એમરામ મિસાઈલનો ઉપયોગ થયો હોવાના પણ પુરાવા છે અને વિમાન તથા મિસાઇલનો કાટમાળ મળી આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



