રાજકોટ,
તા.૧૪/૪/૨૦૧૮
ડો.આંબેડકર જયંતી, ભાજપે ચૂસ્ત બંદોબસ્ત રાખી કાપી કેક
૧૪ એપ્રિલના દેશભરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. દલિત નેતા જિગ્નેશ મેવાણીની જાહેરાત બાદ રાજકોટમાં ભારેલા અગ્ન જેવી સ્થતિ છે, તો ભાજપના નેતાઓએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી કેક કાપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના નેતા રાજુ ધ્રૂવે નિવેદન આપ્યું કે મહારાષ્ટમાં નેહરુ સરકારે બાબા સાહેબને ચૂંટણીમાં હરાવ્યા જેનો આઘાત લાગતાં બાબા સાબેહને અટેક આઆવ્યો હતો.
ડો. આંબેડકર જયંતીની ઉજવણી માટે શહેર ભાજપે એક ક્રાર્યક્રમ યોજ્યો હતો, આ દરમિયાન ભાજપના નેતા રાજુ ધ્રૂવે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના દગાને કારણે બાબા સાહેબનું મોત થયું હતું. રાજુ ધ્રૂવે જણાવ્યું કે મુંબઇમાં યોજાયેલી ચૂંટણીમાં નેહરુ સરકારે ડો.આંબેડકરને હરાવવાના પ્રયાસો કર્યા જેના કારણે બાબા સાહેબ હારી ગયા. આ વાતનો બાબા સાહેબને ખૂબ જ આઘાત લાગ્યો. સરદાર પટેલના બે અંગત સાથીઓ હતા જેમાં એક ડો. આંબેડકર હતા.
તો શહેરના વિવિધ દલિત સંગઠનો દ્વારા ડો.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરાઇ હતી. ઉજવણીમાં કોઇ લેભાગુ કાયદો વ્યવસ્થાની સ્થતી ડહોળે નહીં તે માટે રાજકોટ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને ૧૫૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







