પિતા બીમાર હોય ઘરમાં શૌચાલય ન હોવાથી વાડામાં ખુલ્લી જગ્યાએ શૌચ ક્રિયા કરતા આ બાબતે ભાઈ ભાભી સાથે બેનની માથાકૂટ બાદ 181 હેલ્પલાઇનની મદદ લેવાઈ
રાજપીપલા:
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના પન ગામમાં ગતરોજ બીમાર વૃદ્ધ પિતા એ ઘરમાં શૌચાલય ન હોવાના કારણે દૂર જઈ ન શકતા ઘર ના વાડામાં શૌચ ક્રિયા કરતા ફરિયાદી બેન સાવિત્રી વસાવા (નામ બદલ્યું છે ) ની ભાભી એ આ બાબતની જાણ પાડોસીને કરી દેતા પિતાનો મજાક બનતો હોવાના કારણે ફરિયાદીને મજાક બનાવતા તેને સામા પક્ષને ડાકણ કેહતા બંને વચ્ચે ઝગડો થતા ફરિયાદી સાવિત્રીએ રાજપીપલા 181 મહિલા હેલ્પલાઇનનો પર ફોન કરતા હેલ્પલાઇન ના કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને પો.કો.રીનાબેન પન ગામ જેઇ બંને પક્ષ ની વાત સાંભળી સરકાર દ્વારા ઘરના આંગણે શૌચાલય બનાવવા બાબતની માહિતી આપી બંને પક્ષનું કાઉન્સિલિંગ કરતા મામલો થાળે પડ્યો હતો આમ મામૂલી વાત માં થયેલા ઝગડાનું હેલ્પલાઇનની ટિમ દ્વારા સુખદ સમાધાન કરાવાયું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





