ભરૂચની માં નર્મદા નદી ના વહેણ ને અવરોધી નદીમાં રસ્તો બનાવાની કામગીરી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે.?

0
753

સમગ્ર ભરૂચ જિલ્લામાં જ્યારે નર્મદા નદી બચાવાની ચળવળ ચાલી રહી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે મનન આશ્રમ પાસે નર્મદા નદીના પટમાં કોઈ શખ્સ દ્વારા રેતી ભરેલી ગુણો મૂકી દેવામાં આવતા નદીના પાણી પ્રવાહને મોટો અવરોધ ઉભો થવા પામ્યો છે.

હાલ સમગ્ર ભરૂચ જિલ્લામાં નર્મદા બચાવોની મુહિમ ચાલી રહી છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક ના મનન આશ્રમ પાસે નર્મદા નદીના પટમાં કોઈક શખ્સ દ્વારા મોટા રબ્બલ (પથ્થર) નાખી પાકો રસ્તો બનાવા માં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર સામે પાર કોઈ ફાર્મ હાઉસ કે રિસોર્ટના નિર્માણ કાર્ય અર્થે તેના કથિત માલીક સવજી પટેલ દ્વારા આ રસ્તો બનાવામાં આવ્યો છે. આ રસ્તો નદીના પટમાં બનવાથી નીચાણવાળા વિસ્તાર જેવા કેે દશાસ્વમેઘ ઘાટ, નવચોકી ઓવારો, નવગ્રહ ઓવારો, ફુરજા ઓવારો જેવા બીજા ઘણા ઓવારાઓની હાલત દયનિય બનશે. નદીના પટમાં બનેલ આ ગેર કાયદેસર રસ્તાને કારણે નદી ના નિચાણવાળા વિસ્તારમાં કોરાટ ની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ભરૂચના સત્તા1ધીશો અને સરકારી અધિકારીઓને નદીના પટમાં બનેલ ગેરકાયદેસર રસ્તાની જાણ નથી?કે પછી.!! અને જો જાણ છે તો શુ કામ આંખ આડા કાન કરી રહ્યા છે ? એ પણ એક પ્રશ્ન નર્મદા પ્રેમી જનતામાં ચર્ચાઈ રહ્યો છે. શુ સાચા અર્થમાં માં નર્મદાની સાચવણી કરવામાં આવી રહી છે? કે કોઈ પણ માલેતુજાર પોતાના અંગત સ્વાર્થ માટે માં નર્મદાની આવી પરિસ્થિતિ કરે છે. પ્રસાસન અને કહેવાતી પારદર્શક સરકાર આ ગેર કાયદેસર કાર્યને જોયા કરે તે કેટલી હદે વ્યાજબી કહેવાય.? માં નર્મદાના વહેણમાં અવરોધ ઉભો કરનાર ગેર કાયદેસર નિર્માણ કાર્યને અટકાવી નદીનું પાણી વહેતુ નહીં કરવામા આવે તો ભરૂચની જનતા દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે

Editor/owner. Dhananjay zaveri 9978406923

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY