ન્યુ દિલ્હી,તા.૨૦
ટીમ ઈન્ડિયા દ્વારા ૨૧ ઓક્ટોબરે રમાવા જઇ રહેલી વેસ્ટઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ માટે ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રવિવારે પાંચ મેચોની શ્રેણીની પહેલી વન-ડે મેચ ગુવાહાટીમાં રમાશે.
ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે પરત આવી રહ્યો છે કારણ કે તેણે એશિયા કપમાં બ્રેક લીધો હતો. આ ઉપરાંત, રિષભ પંતને વન-ડેમાં ડેબ્યુ કરવા માટે તક મળશે. તેને એક બેટ્સમેન તરીકે ટીમમાં તક આપવામાં આવી છે જ્યારે વિકેટકીપિંગની જવાબદારી એમએસ ધોનીના હાથમાં હશે.
આ ઉપરાંત એશિયા કપમાં અદભૂત પ્રદર્શનને જાતાં રવિન્દ્ર જાડેજાને પણ પ્રથમ વન-ડેમાં તક આપવામાં આવશે. ઝડપી બોલર ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની પણ મર્યાદિત ઓવર ક્રિકેટમાં વાપસી થઇ રહી છે. આ બંને ઝડપી બોલર રવિવારે કેરિબીયન ટીમની શરૂઆતને બગાડવાનો પ્રયત્ન કરશે.
ટીમ ઈન્ડિયાએ ઓપનિંગની જવાબદારી શિખર ધવન અને રોહિત શર્માને સોંપી છે. મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલને નિરાશાનો સામનો કરવો પડ્યો છે કારણ કે તેને રમવાની તક નથી મળી. ત્રીજા ક્રમે કેપ્ટન કોહલી અને ચોથા ક્રમ પર અંબાતી રાયુડૂ રમશે.
ત્યારબાદ પંત અને એમએસ ધોની પિચ હિટરની ભૂમિકામાં જાવા મળશે. સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલના હાથમાં છે. ઝડપી બોલિંગની જવાબદારી ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી પર રહેશે. જા કે હવે મેચ સમયે જ ખબર પડશે કે ખલીલ અહમદને અંતિમ પ્લેયિંગ ઇલેવનમાં તક મળશે કે નહીં, જેની આશા ઓછી દેખાઇ રહી છે.
પ્રથમ વન ડે માટે ભારતે જાહેર કરેલા ૧૨ ખેલાડીઓના નામઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




