કંગનાનો ઘટસ્ફોટઃ ‘નિહલાનીએ મને અન્ડરગાર્મેન્ટ્‌સ વિના શૂટ કરવાનું કહ્યું’તું

0
6

મુંબઈ,તા.૨૯
એક ઇન્ટરવ્યૂમાં આ એક્ટ્રેસે તેની ફિલ્મી કરિઅરના શરૂઆતનાં વર્ષો વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, પહલાજ નિહલાનીની એક ફિલ્મ માટે તેને ફક્ત સેટિન રોબ પહેરીને ફોટોશૂટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘પહલાજ નિહલાનીએ મને ‘આઈ લવ યુ બોસ’ નામની એક ફિલ્મ ઓફર કરી હતી. તેમણે ફોટોશૂટ એરેન્જ કર્યું હતું કે જેના માટે તેમણે મને અન્ડરગાર્મેન્ટ્‌સ વિના પહેરવા માટે રોબ આપ્યું હતું. એટલે મારે ફક્ત સેટિન રોબ જ પહેરવાનું હતું. મારે એક પોઝ આપવાનો હતો કે જેમાં સેટિન રોબમાંથી મારે મારા પગ બહાર કાઢવાના હતા.’ તેણે વધુ કહ્યું હતું કે, ‘મારે એવી યંગ ગર્લનો રોલ પ્લે કરવાનો હતો કે જેને તેના મિડલ એજના બોસ પ્રત્યે વાસનાની લાગણી છે. એટલે એ એક રીતે સોફ્ટ પોર્ન પ્રકારનું કૅરૅક્ટર હતું. મને થયું કે, હું આ નહીં કરી શકું.’
કંગનાએ કહ્યું હતું કે, ‘મેં વાસ્તવમાં ફોટોશૂટ કર્યું હતું, પરંતુ એ પછી હું ગાયબ થઈ ગઈ હતી. મેં મારો નંબર ચેન્જ કરી નાંખ્યો હતો.’
પહલાજ નિહલાની સેન્સર બોર્ડના ચીફ હતા ત્યારે તેમના સંસ્કારીપણા માટે તેઓ ખૂબ જ વિવાદોમાં રહ્યા હતા. તેઓ ફિલ્મ્સમાંથી આડેધડ ઇન્ટિમેટ સીન્સ કાપી નાંખતા હતા અને ફરજિયાતપણે ફિલ્મ્સને સંસ્કારી બનાવતા હતા. જેના લીધે બોલિવૂડના અનેક મેકર્સે તેમની આકરી ટીકા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY