મહાગઠબંધનની સીટોની જાહેરાત : પાટલીપુત્રથી મીસા, મધેપુરાથી શરદ યાદવ મેદાનમા

0
21

પટના,તા.૨૯
બિહારમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યુ કે, ઘણા દિવસોથી સૌ રાહ જાઈ રહ્યા હતા કે મહાગઠબંધનના ઉમેદવાર કોણ હશે. મહાગઠબંધન અતૂટ છે. આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. બે ચરણના ઉમેદવારોની જાહેરાત અમે પહેલા જ કરી દીધી છે. ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.
તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના ઉમેદવારો વિશે માહિતી આપી. આરજેડીએ બેગૂસરાયથી તનવીર હસન, મધુપુરાથી શરદ યાદવ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકી, વૈશાલીથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સીવાનથી બીના સાહિબ, મહારાજગંજથી રણધીર સિંહજી, સારણથી ચંદ્રિકા રાય, હાજીપુરથી શિવચંદ્ર રાય, પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરસિયાથી સરફરાજ આલમ, સીતામઢીથી અર્જુન રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. શિવહરની સીટ પર આરજેડી બાદમાં ઉમેદાવાર જાહેર કરશે.
મહાગઠબંધનનની બેઠક પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહારના સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોક કુમાર, મંગેરથી નીલમ દેવી, સાસારામથી મીરા કુમારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠીનું નામ હટાવી હવે સુપ્રિયો શ્રીનાતેને ટિકિટ આપી છે.
વીઆઈપીના હિસ્સામાં આવેલી મધુબની લોકસભા સીટ પર ઉમેદવારના નામની જાહેરાત બાદમાં કરાશે. ત્યાં વીઆઈપીના અધ્યક્ષ મુકેશ સહની ખગડિયા સીટ અને મુઝફ્ફરપુરથી ડા.રાજભૂષણ ચૌધરી નિષાદ ચૂંટણી લડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY