રેસ-૩ ફિલ્મનુ શુટિંગ અંતે અબુ ધાબીમાં પરિપૂર્ણ કરાયુ

0
17

મુંબઇ,
રેસ-૩ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જાઇ રહેલા ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે રેસ-૩ ફિલ્મનુ શુટિંગ હવે અબુ ધાબીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. તમામ કલાકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. ખાસ કરીને જેક્લીન ફર્નાÂન્ડઝ અને સલમાન ખાન ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે અબુ ધાબીમાં નિર્ધારિત ૩૫ દિવસનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ તમામ કલાકારો મુંબઇ પરત ફર્યા છે. હવે સલમાન, જેક્લીન અને ડેઝી શાહ ગયા સપ્તાહમાં ગોરગાવ ખાતે Âસ્થત સ્ટુડિયોમાં શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. બે સોંગ માટે રિહર્સલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. રમેશ તોરાનીની ફિલ્મને લઇને ફરી ગીતના રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાને સિકન્દર તરીકેની ભૂમિકા અદા કરી છે.
ફિલ્મમાં સહસ્ટાર બોબી દેઓલ અને સાકિબ સલીમ પણ ભારે ખુશ દેખાઇ રહ્યા છે. જેક્લીન અને ડેઝી શાહે વહેલી સવારથી શુટિંગ શરૂ કર્યુ હતુ. જ્યારે સલમાન ખાન મોડેથી પહોંચ્યો હતો. સવાર રિહર્સલની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ રાત્રે ૧૦ વાગ્યા સુધી પાર્ટી ચાલી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે શુટિંગને હવે એક સપ્તાહમાં બિલકુલ પૂર્ણ કરી લેવામાં આવનાર છે. સલમાન ખાનને હાલમાં શિકાર કેસના સંબંધમાં કાયદાકીય ગુંચનો સામનો કરવો પડ્યો હતો. તેને જેલમાં રહેવાની પણ ફરજદ પડી હતી. રિહર્સલ માટે પણ જારદાર તૈયારી કરવામાં આવી હતી. કારણ કે ૧૦૦થી વધારે બેક અપ ડાન્સરોને પણ બોલાવવામાં આવ્યા હતા. સલમાન અને જેક્લીન તે પહેલા કિક ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. રેસ-૩ ફિલ્મ પણ રજૂ કરતા પહેલા જંગી કમાણી કરી ચુકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY