એસઆરપીના બે જવાનો સામે કામરેજમાં ગુનો દાખલ

0
67

પોતાની મનસ્વી રીતે ફરજ પર લાંબા સમયથી ગેરહાજર બે જવાનો રહેતા હતા
સુરત, તા.૩૦
કામરેજ-વાવ ખાતે ફરજ બજાવતા રાજ્ય અનામત પોલીસ દળ જૂથ (એસઆરપી) બે પોલીસ કર્મચારીઅો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. તેઅો મનસવી રીતે ગેરહાજર રહી ગુનો કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ-વાવ એસઆરપીની એફ કંપનીના જૂથ નંબર-૧૧માં ગરવરસિંહ જામાભાઈ મંડોડ તથા દિનેશભાઈ રાહીદાસ પાટીલ (બ.ક.નંબર-૧૩૦) નોકરી કરે છે. ગત તા.૨૩મી માર્ચના રોજથી દિનેશ પાટીલ તેઓની ભત્રીજીના લગ્ન હોવાથી ૪ï દિવસની રજા પર ઉતરી ગયા હતા. ગત તા.૨૭/૩/૨૦૧૮ના રોજ ગરવરસિંહ તથા ૧૮/૪/૨૦૧૭ના રોજ દિનેશ પાટીલે પોતાની ફરજ પર હાજર થવાનું હતું પરંતુ તેઓ મનસ્વી રીતે ફરજ પર હાજર નહીં રહેતા એસઆરપીના ઈન્ચાર્જ પીએસઆઈ ઠાકોરભાઈ ગામીતેï બંને પોલીસ જવાનો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે પોલીસ એક્ટની કલમ ૧૪૫ (૨) (૩) મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ ગુનાની તપાસ પીએસઆઈ સીએમ ગઢવી કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY