તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી, ચેન્નાઇ સહિત ૭ રાજ્યોમાં શાળા-કોલેજા બંધ

0
17

ચેન્નાઈ,તા.૨૨
તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણીના પગલે ચેન્નાઈ સહિત જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલા નીચા દબાણવાળા વિસ્તારમાં બુધવારે ચેન્નાઇ અને તેના પાડોશી જિલ્લાઓ સહિત તમિલનાડુના અનેક ભાગોમાં વરસાદ થયો હતો. ચેન્નાઈના કલેક્ટરે આજે શાળા અને કોલેજામાં રજા જાહેર કરી છે. મદ્રાસ યુનિવર્સિટીમાં પણ આજે યોજાનારી પરીક્ષા સ્થગિત કરાઇ છે. મદ્રાસ યુનિવર્સીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે મદ્રાસ અને તેની નજીકના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ૨૨ નવેમ્બરના રોજ યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. પરીક્ષાની આગામી તારીખ ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે.
હકીકતમાં, દક્ષિણ-પશ્ચિમ બંગાળ ખાડી ઉપર બની રહેલા નીચા દબાણવાળા વિસ્તારના કારણે બુધવારે ચેન્નાઇ અને તેના પાડોશી જિલ્લાઓ સહિત તમિલનાડુના અનેક ભાગોમાં વરસાદ થયો હતો. આ પરિસ્થિતિમાં, હવામાન ખાતાએ આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે. બુલેટિનમાં જણાવાયું છે કે “દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તટીય તમિલનાડુના ઉપર એક તીવ્ર દબાણવાળો વિસ્તાર બની રહ્યો છે”. તેમાં જણાવાયું છે કે દબાણના કારણે આગામી બે દિવસમાં તમિલનાડુ અને પુડુચેરીમાં મોટા પાયે વરસાદ થઇ શકે છે અને અમુક સ્થાનો પર ભારે વરસાદની શક્યતા પણ છે.
રાજ્યના પૂર્વ અને મધ્ય ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્્યો છે. હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને વિલ્લુપુરમનો તે જિલ્લાઓમાં શામેલ છે જ્યાં વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે મંગળવારે સવારે ૮ વાગ્યાથી લઇને બુધવારે સવારે ૮ વાગ્યા સુધી, કુડ્ડલોર, અરિયાલૂરમાં એક સેન્ટિમિટર, નગાપટ્ટિનમ જિલ્લાના તારંગમબાડીમાં ૭ સેન્ટિમિટરઅને ચેન્નાઇ (નુંગમબક્કમ)માં ૨ સેન્ટિમિટર વરસાદ પડ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY