એનઆઈએના નિર્ણય પર કોંગ્રેસ અને ઔવેસીએ સવાલો ઉઠાવ્યા મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ ઃ આરોપીઓ નિર્દોષ જાહેર કરાતા રાજકારણ શરુ

0
17

ન્યુ દિલ્હી,તા.૧૬
મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલે રાષ્ટÙીય તપાસ એજન્સી દ્ગૈંછની વિશેષ અદાલતે સ્વામી અસીમાનંદ સહિત ૫ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેના પર હવે રાજકીય ગરમાવો શરૂ થયો છે. કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (છૈંસ્ૈંસ્)ના ચીફ અસુદ્દીન ઔવેસીએ તેને લઈને એનઆઈએ પર શબ્દિક હુમલો કર્યો છે. ઔવેસીએ દ્ગૈંછને આંધળો અને બહેરો પોપટ ગણાવતા કેસમાં રાજનીતિક દખલનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે.
તો, બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ યુપીએ સરકારના કાર્યકાળમાં ભગવા આતંકવાદ શબ્દને લઈને પૂર્વ ગ્રહ મંત્રી પી.ચિદમ્બરમને નિશાન પર લીધા છે. તેમણે ચિદમ્બરમ પર કેસ ફાઈલ કરવાની માંગ કરી છે. તમામ આરોપીઓના નિર્દોષ થયા બાદ દ્ગૈંછ સવાલોના કઠેડામાં આવી ગઈ છે. આવામાં મોટો સવાલ એ પણ છે કે, આખરે બ્લાસ્ટ પાછળ કોણ હતું અને તેમાં માર્યા ગયેલા ૯ લોકોની હત્યાનો અસલી દોષી કોણ છે.
આ નિર્ણય પર ટ્‌વટ કરતા ઔવેસીએ કÌš કે, દ્ગૈંછએ મામલાની તપાસ બરાબર કરી નથી. જૂન ૨૦૧૪ બાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના મામલે મોટાભાગના સાક્ષી પોતાના નિવેદનથી પલટાઈ ગયા હતા. દ્ગૈંછએ કેસની રજૂઆત આશા મુજબ નથી કરી. કે પછી રાજનીતિક માસ્ટર દ્વારા તેમને એવું કરવામાં નથી દેવાયું. અપરાધિક મામલામાં જ્યા સુધી આવા પક્ષપાતી બાબતો થતી રહેશે, ત્યાં સુધી ન્યાય નહિ મળે.
ઔવેસીએ કÌš કે, દ્ગૈંછ બહેરો અને મુંગો પોપટ છે. ન્યાય નથી થયો. દ્ગૈંછ અને મોદી સરકારે આરોપીઓને મળેલી જામીનની વિરુદ્ધ પણ અપીલ નથી કરી. જે પક્ષપાતી તપાસ હતી. તેનાથી આતંકની વિરુદ્ધ આપણી લડાઈ નબળી થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY