મારી સાથે પણ બળાત્કાર અને હત્યા થઇ શકે છે ઃ પીડિતાની વકીલ

0
87

ન્યુ દિલ્હી,તા.૧૬
કઠુઆ બળાત્કાર અને હત્યા કેસમાં આઠ આરોપીઓ વિરુદ્ધ આજથી સુનાવણી શરૂ થઇ રહી છે. આ પહેલા પીડિતા પક્ષના વકીલ દીપિકા સિંહ રાજવંતે પોતાના જીવને જાખમ હોવાનો ડર વ્યક્ત કર્યો છે. દીપિકાએ કહ્યુ, ‘મારી સાથે પણ બળાત્કાર થઇ શકે છે અથવા મારી હત્યા પણ થઇ શકે છે. કદાચ મને કોર્ટમાં પ્રેક્ટસ કરવાથી પણ રોકી શકે છે. મને નથી ખબર કે હું અહીં કેવી રીતે રહીશ. હિન્દૂ વિરોધી હોવાનું જણાવીને મારો બહિષ્કાર કરવામાં આવ્યો છે.’ પીડિતાની વકીલે કહ્યુ કે જા તેમની સાથે આ પ્રકારનું વર્તન થાય છે તો તે દરેક ભારતીય માટે શરમજનક બાબત હશે. એક બાળકી સાથે આ હદે અમાનવીય કૃત્ય કર્યા પછી પણ ન્યાયિક પ્રક્રિયામાં જે કોઇ પણ અડચણરૂપ બની રÌšં તે મનુષ્ય કહેવાને લાયક જ નથી.
દીપિકાએ કહ્યુ કે પોતાની અને પરિવારની સુરક્ષા માટે તેઓ સુપ્રીમ કોર્ટ પાસે સિક્યોરિટીની માંગણી કરશે. તેમણે કહ્યુ, ‘આ વિશે સુપ્રીમ કોર્ટને જાણ કરીશ. મને ખરાબ લાગી રહ્યુ છે અને આ દુર્ભાગ્યપૂર્ણ છે.’ તેમણે કહ્યુ, ‘તમે મારી દુર્દશાની કલ્પના કરી શકો છો પરંતુ હું ન્યાયની સાથે જ ઉભી રહીશ અને આપણે બધા આઠ વર્ષની બાળકી માટે ન્યાય મેળવવા ઇચ્છીએ છીએ.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY