હૈદરાબાદમાં વર્ષ ૨૦૦૭માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં નવ લોકોનાં મોત થયા હતા

0
87

ન્યુ દિલ્હી,
તા.૧૬/૪/૨૦૧૮

એનઆઈએની વિશેષ કોર્ટે ૧૧ વર્ષ બાદ ફેંસલો સંભળાવ્યો

મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસ : અસીમાનંદ સહિત તમામ આરોપી દોષમુક્ત

કર્ણાટકની જનતા કોંગ્રેસને હરાવીને આ અપમાનનો બદલો લેશે : ભાજપ

૨૦૦૭ના મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓ મુક્ત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું છે કે, પી ચિદમ્બરમ અને સુશીલ કુમાર શિંદે જેવા નેતાઓએ ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિંદુઓનું અપમાન કર્યું હતું. જે બદલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ માફી માંગવી જાઈએ. આ મુદ્દાને હાથવગું હથિયાર બનાવતા ભાજપે કહ્યું છે કે, કર્ણાટકની જનતા કોંગ્રેસને હરાવીને આ અપમાનનો બદલો લેશે.

મક્કા મસ્જીદમાં થયેલા શક્તિશાળી પાઈપ બોમ્બવિસ્ફોટ કેસમાં સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. ૧૧ વર્ષ બાદ આવેલા આ નિર્ણય બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. ભાજપના પ્રવક્તા-નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, કોર્ટના નિર્ણય પર કોંગ્રેના નેતાઓના નિવેદન શરમજનક છે. કોંગ્રેસ નેતા હવે કહે છે કે, એનઆઈએએ યોગ્ય રીતે કેસ ના લડ્યો. જ્યારે તાજેતરમાં જ ૨જી કેસનો નિર્ણય આવ્યો તે મામલે કોંગ્રેસે આવું કહ્યું ન હતું. પાત્રાએ આ મામલે કોંગ્રેસ પર બેવડું વલણ અખત્યાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

એનઆઈએ બહેરો અને મુંગો પોપટ છે : ઔવેસી

કોંગ્રેસે પણ તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY