સિક્યોરિટી ગાર્ડે બાળકીની છેડતી કરતા ખળભળાટ

0
18

અમદાવાદ,
તા.૨૧/૪/૨૦૧૮

છેડતી-દુષ્કર્મનો વધુ એક કેસ…

દેશભરમાં શારીરિક છેડતી અને દુષ્કર્મની ફરિયાદમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ એક પછી એક છેડતીની ફરિયાદો સામે આવી રહી છે. લોકો નિર્ભયા કાંડને હજુ ભૂલ્યા નથી, ત્યાં કઠુઆ અને સુરતમાંથી રેપની ઘટના સામે આવી અને હવે દિવસેને દિવસે આ બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાગર ફ્લેટમાં બાળકી સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. આ છેડતી સાગર ફ્લેટના સિક્્યોરિટી ગાર્ડે જ કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પરિવારજનોએ સમગ્ર મામલે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જા કે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સિક્યોરિટી ગાર્ડ દિલીપ ફરાર થઈ ગયો છે.

જા કે આનંદ નગર પોલીસે આ સમગ્ર મામલે છેડતીનો ગુનો નોંધીને આરોપી દિલીપને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે પરિવારજનોની માગ છે કે આ આરોપી સિક્્યોરિટી ગાર્ડ દિલીપ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

આમ દિવસેને દિવસે વધી રહેલી છેડતીની ઘટનાને લઈને બાળકો પર ખરાબ અસર થઈ રહી છે. આ સાથે જ યુવાઓની માનસિક સ્થતિ પણ ખરાબ થઈ રહી છે. ત્યારે પ્રજાનોની તો માત્ર એક જ માગ છે કે આ નરાધમો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ વ્યક્ત કોઈ મહિલાની છેડતી કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY