દેડીયાપાડા,
તા.૮/૫/૨૦૧૮
દેડીયાપાડાના પ્રવાસન સ્થળ નિનાઇ ધોધમાં સોમવારે ત્રણ મિત્રો ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે. આ સમયે મૃતક યુવાનોના પરિવારજનોએ આક્રંદ કર્યુ હતુ. આઠ મિત્રોનું ગૃપ વેકેશન હોવાથી સોમવારે કારમાં નિનાઇ ધોધ ખાતે ગયું હતું. જેમાં ન્હાવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા હતા. જૈ પેકી એક મિત્રને બીજા મિત્રોએ ડૂબતા બચાવી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ મિત્રોના ડૂબી જતા મોત નિપજ્યા હતા.
અંકલેશ્વર નજીક આવેલા ભડકોદ્રા ગામની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતાં આઠ મિત્રો સોમવારે સવારે કારમાં નિનાઇ ધોધ ખાતે રજા માણવા ગયાં હતાં. અને ત્યાં ધોધના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતાં. આ દરમિયાન આકાશ બબ્બન ઝા, યશ સોની અને સંદિપ દેવીદાસ ચૌહાણ અચાનક ડુબવા લાગ્યાં હતાં. અને તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેમાં એક યુવાનની લાશ સોમવારે મળી આવી હતી. જ્યારે અન્ય બે યુવાનોની લાશ બપોરે મળી આવી હતી. જેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેડિયાપાડા સીએચસી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





